વિઘ્નહર્તાના કામમાં આવ્યું વિઘ્ન, અમદાવાદમાં આ વર્ષે ઓછી ગણેશ પ્રતિમા બનશે

PC: malaymail.com

અમદાવાદમાં વિઘ્નહર્તાના કામમાં જ આવ્યું વિઘ્ન કારણકે દર વર્ષની તુલનામાં અમદાવાદમાં આ વર્ષે ગણપતિની ઓછી પ્રતિમા જોવા મળશે. ગણપતિની મૂર્તિની અછતનું કારણ AMCની દબાણ હટાવો કામગીરી છે. અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં ગણેશજીની પ્રતિમા પૂરી પાડતા રાજસ્થાની કારીગરો સરકારની દબાણ હટાવોની કામગીરીની ઝપેટમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે ગણેશજીની મૂર્તિ બનાવવાની કામગીરી ગણેશ ઉત્સવના 3થી 4 મહિના પહેલા શરૂ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ દબાણ હટાવો કામગીરીના કારણે ગણેશ પ્રતિમા બનાવતા રાજસ્થાની કારીગરોને મોટો ફટકો પડ્યો છે.

મૂર્તિ બનાવતા કારીગરો દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે ગણેશ પ્રતિમા બનાવવા માટે અમને દરેક જગ્યાએથી મુશ્કેલી પડી રહી છે. વરસાદના કારણે મટીરિયલ ખરાબ થઈ ગયું છે. બીજી બાજુ મહાનગર પાલિકાની દબાણ હટાવો કામગીરીના કારણે જગ્યાની પણ વધારે સમસ્યા ઉત્પન થઈ છે. આ વર્ષે મૂર્તિ બનાવવા માટે એક મહિનાનો સમય મળ્યો હોવાના કારણે મૂર્તિ ઓછા પ્રમાણમાં બનાવી શકશું. જેના કારણે શહેરમાં ગણેશજીની ઓછી પ્રતિમા જોવા મળશે.

મૂર્તિ બનાવનારા રાજસ્થાની કારીગરોની વાત કરવામાં આવે તો, આ કારીગરો વર્ષમાં 3 મહિના કામ કરીને આખું વર્ષ પોતાના પરિવારનું પેટ ભરે છે. કારીગરોનું કહેવું એવું છે કે અમારા દાદા, પરદાદા તરફથી અમને મૂર્તિ બનવવાની કળા ભેટ સ્વરૂપે મળેલી છે. જો સરકાર અમને કાયમી જગ્યા આપે અને થોડી સહાય કરે તો અમને રોજગારી મળશે, જે અમને અને અમારી કલાને આગળ વધારવામાં પણ મદદ રૂપ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp