કાર રેસમાં વકીલ દિવ્યમ જોષી સેકન્ડ રનર્સઅપ વિજેતા

PC: Khabarchhe.com

રેડ રેબીટ રેસર્સ ટેલેન્ટ સ્કાઉન્ટિંગ પ્રોગ્રામ 2021 અંતર્ગત મોટસરેસ ચેમ્પિયન બનવાની પ્રતિભા વડોદરાના ટ્રેક્શન મોટોડ્રોમ સ્થળે રાખવામાં આવી હતી. જેમાં વિજેતા રેસ ડ્રાઇવરો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ સ્પર્ધામાં વિજેતા થવા માટેની વધુ ટ્રેનિંગ અને સ્કોલરશિપ આપવાનું નક્કી થયું હતું. ફોમ્યુલા 4 ડ્રાઇવર ટ્રેનિંગ માટેની સ્કોલરશીપ પણ સામેલ છે, સ્પર્ધામાં દેશભરના અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સુરતના એડવોકેટ દિવ્યમ જિજ્ઞેશ જોષી સેકન્ડ રનર્સઅપથી વિજેતા બન્યા હતા. દિવ્યમ લેહથી કન્યાકુમારીની સ્પર્ધામાં કવોલિફાઈડ થયા છે.

આગામી ઓગસ્ટ માસમાં નેશનલ લેવલ મોટર સ્પોર્ટસ એન્ડયુરન્સ ઇવેન્ટમાં લોન્ગેસ્ટ નોન સ્ટોપ નોર્થ લેહ ટુ સાઉથ કન્યા કુમારીની મુસાફરી 73 કલાકમાં 3889 કિલોમીટરની છે, ઇન્ડિયાની આ પહેલી ઇવેન્ટ છે જે 15મી ઓગસ્ટનું ધ્વજવંદન લેહથી કરીને કન્યાકુમારી માટે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp