હયાત રેજેન્સી, રમાડા સહિત આ હોટેલોએ પાણીની બોટલના રૂ.110થી 160 લીધા પછી...

PC: dynamic.media.com

મહાનગર અમદાવાદની હોટેલ અને રેસ્ટોરાંમાં મિનરલ વોટરની બોટલ પર પ્રિન્ટ થયેલી કિંમતથી વધુ ચાર્જ લઈ શકાતો નથી. પણ કેટલીક હોટેલમાં બેફામ ભાવ વસુલી થઈ રહી હોવાના ફરિયાદ સામે આવી છે. આવી હોટેલ સામે અમદાવાદના સામાજિક કાર્યકરે ફરિયાદ કરી છે. અમદાવાદ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર્તા રોહિત પટેલે તોલમાપ વિભાગમાં ફોર તથા ફાઈવ સ્ટાલ હોટેલ સામે ફરિયાદ કરી છે.

જ્યાં પાણીની બોટલ પર પ્રિન્ટ કરેલી કિંમત કરતા વધારે ભાવ વસુલ કરવામાં આવે છે. આ પાણીની બોટલ પર નોટ ફોર રિટેલ સેલ એવું લખેલું હોય છે. તેમ છતાં ગ્રાહકો પાસેથી વધારે પૈસા વસુલ કરવામાં આવે છે. અમદાવાદ શહેરની 11 હોટેલ સામે 2015માં તોલમાપ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. વારંવાર ફરિયાદ બાદ કેટલીક હોટેલને બે વર્ષ બાદ દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ઘણી હોટેલ સામે છ વર્ષ થયા હોવા છતાં આ કેસ ચાલું છે. એવું તોલમાપ વિભાગનું કહેવું છે. આ મામલે રોહિત પટેલે કહ્યું કે, દરેક હોટેલને કેટલો દંડ કર્યો એ અંગે RTI કરી હતી. આ 11 હોટેલ સામે ગ્રાહક તકરાર નીવારણ ફોરમમાં પમ ફરિયાદ કરી છે. કોર્ટે પણ ઘણી હોટેલને દંડ ફટકાર્યો છે. પાંચ વર્ષની ઝુંબેશથી હાલમાં મોટાભાગની હોટેલ વાળા MRP પ્રમાણે ભાવ લેતા થયા છે. મારી આ ઝુંબેશ સફળ થઈ રહી છે. જેનો મને આનંદ છે.

વર્ષ 2017માં જ્યારે હું મારા પરિવાર સાથે એક હોટેલમાં જમવા માટે ગયો ત્યારે પાણીની પાંચ બોટલ મંગાવી હતી. જેમાં MRP રૂ.20 પ્રિન્ટ કરી હતી. છતાં બિલમાં પાણીની બોટલના રૂ.100 વસુલ કરવામાં આવ્યા. જ્યારે આ બિલ જોયું ત્યારે હું ચોંકી ગયો. આ મામલે જ્યારે મેનેજર સાથે રકઝક કરી ત્યારે 50 ટકા રકમ ભોગવી લેવા માટે વાત કરી. મેનેજરે કહ્યું કે, આ તો ફાઈવ સ્ટાર હોટેલ છે. ભાવમાં કોઈ ફેર નહીં પડે. તમારે ચૂકવવા પડશે. પછી આવી હોટેલ સામે ઝુંબેશ ચલાવવા નક્કી કર્યું. આ માટે અલગ અલગ હોટેલમાં ગયો હતો. પછી ગ્રાહક સુરક્ષા અને તોલમાપ વિભાગમાં ફરિયાદ કરી. પછી આવી હોટેલ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ પછી હોટેલ સામે માંડવાળ ફી લેવામાં આવી હતી, જેમાં રિજેન્ટા હોટલને 6 હજાર, હોટલ મેરિયોટને 12 હજાર, હયાત રેજેન્સી પાસેથી 24 હજારની માંડવાળની રકમ લઈને દંડ કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp