LG હોસ્પિટલની બેદરકારી, વૃદ્ધાને આપવાનું ઈન્જેક્શન યુવતીને આપી દીધુ અને પછી...

PC: youtube.com

અમદાવાદમાં આવેલી LG હોસ્પિટલમાં મેલ નર્સ (બ્રધર)ની ઘોર બેદકારી સામે આવી છે. બ્રધરની બેદરકારીના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી યુવતીને અલગ ઇન્જેક્શન આપી દેવાના કારણે યુવતીની તબિયત લથડી હોવાનો આક્ષેપ થયો છે.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદમાં અમરાઈ વાડી વિસ્તારમાં રહેતી ચંદ્રિકા મકવાણા નામની યુવતીને મેલેરિયા થવાના કારણે તેને LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીને જે વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી તે જ વોર્ડમાં એક 75 વર્ષની ચંદ્રિકા નામની એક વૃદ્ધા પણ સારવાર લઈ રહી હતી. એક નામના બે દર્દી એક જ હોલમાં હોવાના કારણે નર્સ દ્વારા વૃદ્ધ ચંદ્રિકાબેનને ડુંટીના ભાગે આપવાનું ઇન્જેક્શન 27 વર્ષની મેલેરિયાની સારવાર લઇ રહેલી ચંદ્રિકા મકવાણાને આપવામાં આવ્યું હતું. ખોટું ઇન્જેક્શન આપી દેવાના કારણે 27 વર્ષની ચંદ્રિકાની તબિયત લથડી હતી જેના કારણે તેને નવી LG હોસ્પિટલના નવમાં માળે આવેલા ICUમાં દાખલ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે યુવતીના પરિવારજનોએ મણીનગર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી છે.

સમગ્ર ઘટના બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા ભૂલ સ્વીકારમાં આવી છે અને જવાબદાર સામે પગલાં ભરવાની પણ બાંહેધરી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મેલેરિયાની સારવાર લઇ રહેલી ચંદ્રિકાની હાલતમાં સુધાર હતો અને તે રજા લઈને ઘરે જવાની હતી. તે જ દિવસે લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન આપી દેવાતા તેની હાલત વધારે લથડી હતી. હાલ ICUની સારવાર બાદ ચંદ્રિકાની હાલતમાં સુધાર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp