સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્થાનિકોએ આ મુદ્દે કર્યો હોબાળો!

PC: facebook.com

ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આકાર પામેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. દરમિયાન આજે સ્થાનિકોએ રોજગારીની માગ સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોબાળો મચાવીને વિરોધ દેખાવો કર્યો હતો. આ અંગેની જાણ થતા પોલીસ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ મામલો શાંત પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.

અંખડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 31મી ઓક્ટોબરે લોકાર્પણ કર્યું હતું. કેવડીયા ખાતે નિર્માણ પામેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ સરકારે આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે. દિવાળીના તહેવારોમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા માટે આવ્યા હતા. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળવાની ટિકીટ લેવા પણ લાંબી લાઈનો લાગી હતી. પ્રવાસીઓ માટે તૈયાર કરવામાં આવેલા ટેન્ટ સીટીમાં લગભગ 70 ટકા જેટલું એડવાન્સ બુકીંગ થયું હતું.  સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રજા માટે ખુલ્લુ મુકાયા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મુલાકાત લીધી હતી. તેમજ સરદારની વિશાળ પ્રતિમાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દરમિયાન આજે સોમવારે મોટી સંખ્યામાં સ્થાનિકો રોજગારીની માગ સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉમટી પડ્યા હતા. તેમજ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યો હતો. આ અંગેની જાણ થતા સરકારી અધિકારીઓ અને પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ સમગ્ર મામલાને શાંત પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લગભગ 3 હજાર કરોડના ખર્ચે નિમાણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારોમાં હજારોની સંખ્યામાં  પ્રવાસીઓ ઉમટી પડતા તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સોમવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp