LRD પેપરલીક કાંડઃ દિલ્હીની ગેંગને શોધવામાં ગુજરાત પોલીસના હવાતીયા

PC: khabarchhe.com

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ  મચાવનારા LRD પેપર લીક પ્રકરણની તપાસમાં પગેરુ દિલ્હી સુધી ખુલતા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને ATSની ટીમે દિલ્હીમાં ધામા નાખ્યા છે. પરંતુ પેપર ફોડનારી ગેંગને ઝડપી લેવામાં હજુ સુધી સફળતા મળી હતી. ગુજરાત પોલીસની ટીમોએ દિલ્હી ઉપરાંત અન્ય બે રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસમાં હજુ મોટા માથાની સંડોવમી બહાર આવે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.

રાજ્યમાં તાજેતરમાં LRDની પરિક્ષા હતી પરંતુ પરિક્ષા પહેલા જ પેપર લીક થઈ જતા પરિક્ષા રદ કરવામાં આવી હતી. જેથી લાખો ઉમેદવારોના ભાવી અંધકારમાં ધકેલાયા છે. બીજી તરફ આ બનાવની પોલીસે ગંભીરતા પારખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ આ કેસમાં અત્યાર સુધીમાં ભાજપના ત્રણ આગેવાન સહિત 15 આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું ખૂલ્યું છે.

LRDની પરિક્ષાના પેપર દિલ્હીની પ્રેસમાં છપાયું હતું. તેમજ દિલ્હીથી પેપર ફૂટ્યું હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને ATSની ટીમે ઝંપવાલ્યું છે. તેમજ બન્ને તપાસનીશ એજન્સીઓએ દિલ્હીમાં ધામા નાખીને પેપર ફોડનાર ગેંગને ઝડપી લેવા કવાયત આરંભી છે.

દિલ્હી ગેંગને શોધવા પોલીસ વડા ઝા, ગુજરાત ATS એસપી હિમાંશુ શુક્લા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઉચ્ચ અધિકારી દીપેન ભદ્રનના નેતૃત્વમાં 140 પોલીસ કર્મચારીઓની 17 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો છેલ્લા 5 દિવસથી 3 રાજ્યોમાં ફરી રહી છે. લોકેશન મળવા છતાં એક પણ આરોપીને ઝડપી લેવામાં ગુજરાત પોલીસને હજુ સુધી સફળતા મળી નથી.  

ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીનગર પોલીસની કુલ એક ટીમમાં આઠ જેટલા પોલીસકર્મી એમ 17 ટીમ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં તપાસ કરી રહી છે. પોલીસની તપાસમાં હજુ સુધી દિલ્હી ગેંગ, ગુડગાંવનું લોકેશન અને બે લોકોના નામ સામે આવ્યા છે. ગુજરાત પોલીસની ટીમે દિલ્હીની ગેંગને ઝડપી લેવા માટે કવાયત વધુ તેજ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp