26th January selfie contest

સોનિયા ગાંધી-મનમોહનસિંહની સરકાર આતંકી હુમલા સામે કોઈ પગલા નહોતી ભરતીઃ અમિત શાહ

PC: bjp.org

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી-મનમોહનસિંહની સરકાર આતંકવાદી હુમલાઓ સામે કોઈ પગલાં ન ભરી શકતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ ઉરી અને પુલવામાંમાં આતંકી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇક કરીને વિશ્વમાં સંદેશો આપ્યો છે કે, ભારતની સીમા કે ભારતની સેના સાથે જો કોઈ છેડખાની કરશે તો પરિણામ ભોગવવા પડશે. દેશની કોઈ પણ મહિલાને સમાન અધિકારો મળવા જોઈએ તે હેતુથી ભાજપા સરકારે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય કરીને મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો છે.

શાહે જણાવ્યું હતું કે, એક જ પરિવારની ચાર પેઢીના અને 60 વર્ષના શાસનમાં ગરીબી હટાવવાની વાત કરીને કોંગ્રેસે શોષણ કરી ગરીબોને જ હટાવી દીધા. જો કોંગ્રેસે ગરીબી હટાવી હોત તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 કરોડ ગેસ કનેક્શન, 10 કરોડ શૌચાલય, ગામોમાં વીજળી, આયુષમાન ભારત યોજના લાવવાની જરૂર ન પડી હોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે રક્ષણ માટે દેશવાસીઓને 230 કરોડ કોરોના વેકસીનના ડોઝ આપીને સુરક્ષિત કર્યા છે, ત્યારે રાહુલ ગાંધી મોદીની રસી છે ન લેતા એવું કહેતા કહેતા પોતે પણ રસી લઈ આવ્યા છે.

તેમણે કહ્યું કે, 80 કરોડ નાગરિકોને સવા બે વર્ષથી વ્યક્તિદીઠ 5 કિગ્રા અનાજ મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનો દબદબો વિશ્વભરમાં વધાર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે પ્રમાણે બંને દેશોએ હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં સહયોગ આપ્યો તે વિશ્વમાં ભારતનું વધતું સન્માન દર્શાવે છે. ડૉ. મનમોહનસિંહના સમયમાં 11માં સ્થાને રહેલી ભારતની અર્થવ્યવસ્થાને 5માં ક્રમાંકે લાવવાનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગામડાઓમાં 24 કલાક વીજળી આપતું દેશનું પ્રથમ રાજ્ય બનાવ્યું હતું.

શાહે જણાવ્યું હતું કે, એક સમયે સ્તંભતીર્થ નામથી જાણીતા ખંભાતના બંદર ગુજરાતની સમૃદ્ધિનું કેન્દ્ર હતા. ભાજપા પર ખંભાતનું ખૂબ મોટું ઋણ છે, ખંભાતે હંમેશા ભાજપાને સમર્થન આપ્યું છે. હરસિદ્ધ માતાની ભૂમિ, પતંગેશ્વર મહાદેવની ભૂમિ, જગન્નાથ ભગવાનની આ ભૂમિએ ભાજપાને અભૂતપૂર્વ ટેકો આપ્યો છે.

શાહે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં પહેલા એક પાક લેવો મુશ્કેલ હતો આજે બનાસકાંઠાનો ખેડૂત બટાકા, મગફળી સહિતના વર્ષમાં વધારે પાક લેતો થયો છે. દેશમાં બટાકાના ઉત્પાદનમાં ડીસા તાલુકો નંબર 1 બન્યો છે. સુજલામ સુફલામ અને નર્મદા યોજના થકી બનાસકાંઠામાં હરિયાળી ક્રાંતિ લાવવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. અંબાજી મંદિર, નડેશ્વરી માતા મંદિર, નડાબેટ સીમાદર્શનથી સરહદી વિસ્તાર એવા બનાસકાંઠામાં પ્રવાસન વધવાથી રોજગારી અને સરહદી ગામોમાં વિકાસના નવા દ્વાર ખુલી રહ્યા છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાને 8000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે. થરાદ-અમદાવાદ હાઇવે માટે 448 હેકટર જમીનનું અધિગ્રહણ પૂર્ણ થયું કજે 2023માં કામ પૂર્ણ થશે. પ્રાકૃતિક ખેતીનો પ્રસાર પણ વધી રહ્યો છે. બનાસડેરી થકી બનાસકાંઠાના ખેડૂત સમૃદ્ધ બની રહ્યા છે. બનાસ ડેરીમાં દરરોજ 30 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવામાં આવે છે અને તેના યોગ્ય ભાવ પશુપાલકોને મળે છે, બનાસ ડેરીનો વ્યાપ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી(કાશી)માં પણ વધ્યો છે. દેશનો પ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ બનાસમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp