અમદાવાદમાં કોરોના ભયજનક સ્થિતિએ રાત્રે સિવિલમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં

PC: Dainikbhaskar.com

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે અને હાલ અમદાવાદ અને સુરતની સ્થિતિ ખૂબ જ ભયાનક બની રહી છે કારણ કે, આ બન્ને શહેરો એવા છે કે, જે મોટી મોટી હોસ્પિટલમાં દર્દીઓને બેડ મેળવવા ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ એટલું વધ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને વેઇટિંગમાં ઉભી રાખવી પડી રહી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની નજીક આવેલી અન્ય હોસ્પિટલોમાં પણ દર્દીઓને ખસેડવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ શરૂઆતમાં ખૂબ જ વધારે હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી અને દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા હતા પરંતુ હાલ 1200 બેડની હોસ્પિટલના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં 15 કરતાં વધુ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય તેવું સામે આવી રહ્યુ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે 15 જેટલી એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોવાની સામે આવ્યું હતું.

તો બીજી તરફ એમ્બ્યુલન્સમાંથી કોરોનાના દર્દી નીચે ઉતાર્યા બાદ તેને હોસ્પિટલની અંદર કઈ જગ્યા પર બેડ આપવો તે બાબતે પણ હોસ્પિટલ તંત્ર ચિંતામા છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાના કારણે સુવિધાની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ પહોંચ્યા હતા અને તેમને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

હાલ રાજ્યમાં પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. બે દિવસ પહેલા અમદાવાદની 1200 બેડની હોસ્પિટલમાંથી એક જ દિવસમાં એટલે કે 12 કલાકમાં 17 જેટલા મૃતદેહો બહાર નીકળ્યા હતા. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દર્દીના પરિવારના સભ્યોને દર્દીની ડેડબોડી મેળવવામાં પણ વેઇટિંગ કરવુ પડતું હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું હોવાના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને સરકાર દ્વારા અલગ-અલગ શહેરોમાં કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 7 એપ્રિલના રોજ 3575 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને હાલ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 92.90 ટકા થયો છે. તો સાથે 7 એપ્રિલના રોજ કુલ 22 લોકોના મોત થયા હતા અને હાલ રાજ્યમાં 18,648 કેસ છે અને અત્યાર સુધીમાં 4,620 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં સૌથી વધારે મૃત્યુદરમાં હાલ સુરતનું સ્થાન મોખરે છે. સુરતમાં 7 એપ્રિલના રોજ કોરોનાના કારણે 8 લોકોના મોત થયા હતા અને અમદાવાદમાં 6 લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp