વસ્ત્રાપુર સ્વામિનારાયણ મંદિરના પૂજારી સહિત 7 લોકો સામે માતા-પુત્રીએ કરી ફરિયાદ

PC: youtube.com

અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પૂજારી સહિત 7 લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં માતા-પુત્રીએ તેમને માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ગલુડિયાઓ બીમાર હોવાના કારણે એક માતા અને પુત્રી ગલુડિયાની સારવાર કરવા માટે મંદિરના પરીસરમાં ગયા હતા. ત્યારે મંદિરના સિક્યોરિટીએ માતા-પુત્રી સાથે બોલાચાલી કરીની કહ્યું હતું કે, જો તમારે આ ગલુડિયાઓની સારવાર કરવી હોય તો તેને તમારી સાથે લઇ જાવ. અમારે ગલુડિયાની જરૂર નથી. આ મામલો આગળ વધતા મંદિરના પૂજારી સહિત સાતથી આઠ લોકો મંદિર પહોંચ્યા હતા અને ગલુડિયાની સારવાર કરવા માટે આવેલી માતા-પુત્રીને માર માર્યો હોવાના આક્ષેપો માતા-પુત્રી દ્વારા કરવામાં આવ્યા છે.

ઘટનાને પગલે ભોગ બનનાર માતા-પુત્રીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મંદિરના પૂજારી, સિક્યોરિટી ગાર્ડ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે માતા-પુત્રીની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp