ઘરમાં એક લેમ્પ અને પંખો હોવા છતાં ગરીબ પરિવારને વીજ કંપનીએ આપ્યું 2 લાખનું બિલ

PC: dainikbhaskar.com

MGVCLની બેદરકારીના કારણે એક ગામના ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. જે ગામના લોકોનું વીજ બિલ ક્યારેય 500 કે 1000 રૂપિયા પણ નથી આવ્યું, તે ગામના એક ગરીબ ખેડૂત પરિવારને MGVCLના અધિકારીઓ દ્વારા 2 લાખ રૂપિયા કરતા પણ વધારે વીજ બિલ આપવામાં આવ્યું હતું. બે લાખથી વધુનું વીજ બિલ જોઈને ખેડૂત પરિવારે જાતે જ પોતાના ઘરનું વીજ કનેક્શન કાપી નાંખ્યું હતું. આ ઉપરાંત ગામના ઘણા લોકોએ વધારે બિલ આવ્યું હોવાના આક્ષેપો સાથે પોતાના ઘરના પણ વીજ કનેક્શન જાતે જ કાપી નાંખ્યા હતા.

રિપોર્ટ અનુસાર, નસવાડી નજીક આવેલા ખોખર ગામમાં રહેતા ભીખાભાઈ ભીલનું જુન 2019નું વીજ બિલ 54 રૂપિયા આવ્યું હતું અને તે સમયે તેમનું રીડિંગ 1,136 યુનિટ હતું, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં MGVCL દ્બારા જે વીજ બિલ આપવામાં આવ્યું તેમાં મીટર રીડિંગ 28,822 યુનિટ જતા અને તેમાં આગાઉના યુનિટનો ઉમેરો કરતા કુલ યુનિટ 29,958 થઇ ગયા હતા. આટલા યુનિટનું કુલ વીજ બિલ 2,16,347,67 આવ્યું હતું.

મહત્ત્ત્વની વાત એ છે કે, જયારે ભીખાભાઈને નવેમ્બર મહિનાનું વીજ બિલ આપવામાં આવ્યું ત્યારે માત્ર દસ જ યુનિટ વીજ વપરાશ થયો હતો. જેથી કુલ યુનિટ 29,968 થયા હતા અને વીજ બિલની રકમ 2,16,591,67 રૂપિયા થઇ હતી. MGVCL દ્બારા એક ગરીબ ખેડૂત ભીખાભાઈ ભીલને બે મહિનામાં બે લાખનું વીજ બિલ મોકલતા તેઓ પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.

ભીખાભાઈ ભીલના ઘરમાં માત્ર એક લેમ્પ અને એક પંખો છે. છતાં પણ વીજ કંપની દ્વારા તેમને બે લાખ કરતા વધારેનું બિલ આપવામાં આવ્યું તેથી તેમણે જાતે જ પોતાના ઘરનું વીજ કનેક્શન કાપી નાંખીને પોતે અંધારામાં રહેવા લાગ્યા છે. માત્ર ભીખાભાઈ ભીલનું જ નહીં પણ ખોખરા ગામમાં રહેતા જે લોકોના 100થી 200 રૂપિયા વીજ બિલ આવતા હતા તેઓના બે મહિનાના 10-10 હજાર રૂપિયા વીજ બિલ આવતા ગામના ઘણા લોકોએ તેમના વીજ કનેક્શન જાતે જ કાપી નાંખ્યા હતા.

આ બાબતે નસવાડી MGVCLના એકાઉન્ટન્ટ ટી. જી. રાઠવાએ જણાવ્યું હતું કે, ખોખરા ગામમાં વીજ બિલ જે આવ્યું છે તેની કોઇ પ્રકારની ફરિયાદ હજુ સુધી અમારી પાસે આવી નથી. જો કોઈ મીટર રીડિંગના પંચિંગમાં ખામી હશે તો તેની અમે તપાસ કરાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp