મોટેરા સ્ટેડિયમનું કામ ઝડપથી ચાલી રહ્યું છેઃ પરિમલ નથવાણી

PC: khabarchhe.com

સરદાર પટેલ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને નવેસરથી દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GAC)નો નિર્ણય અને સમગ્ર કામગીરી નિયમાનુસાર, આયોજનબદ્ધ તથા એકદમ પારદર્શક છે. તેમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GCA દ્વારા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન એક્સપ્રેસની તમામ આવૃત્તિમાં પબ્લિક ટેન્ડર જાહેર કરીને બીડ આમંત્રિત કરવામાં આવી હતી, તેમાં ત્રણ પાર્ટીઓ નાગાર્જુન કન્સ્ટ્રક્શન કંપની, શાપુરજી પાલનજી અને એલ એન્ડ ટીની બીડ મળી હતી. ત્રણેય કંપનીઓમાંથી એલ એલ એન્ડ ટીનું ક્વોટેશન ભાવની રીતે સૌથી ઓછું અને ટેક્નિકલ રીતે સૌથી ઉચ્ચ કક્ષાનું હતું.

આ અંગે સમગ્ર પ્રક્રિયા અને નિર્ણય GCAની સંપૂર્ણ કમિટિએ સર્વાનુમતે મંજૂર કર્યા છે. આ ટેન્ડર પ્રક્રિયા GCAની વેબસાઈટ www.gujaratcricketassociation.com પર પણ દર્શાવી છે. નવ સભ્યોની આ કમિટિના GCAના ભૂતપૂર્વ પ્રમુખ નરહરિ અમીન તથા મુંબઈ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ પણ નવ સભ્યોની કમિટિના સભ્યો હતા.

સ્પેશિયલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ બાજુના બે મેદાન સ્ટેડિયમમાં સમાવી લેવા પડ્યાં છે તે વાત તદ્દન ખોટી છે. રિપોર્ટમાં જે જાહેર હિતની અરજીનો ઉલ્લેખ કર્યો છે તેને ગુજરાત હાઈકોર્ટે શરૂઆતમાં જ નકારી કાઢી છે. આટલાં મોટા મહત્ત્વકાક્ષી પ્રોજેક્ટનું આયોજન દૂરંદેશીપૂર્ણ રીતે થયું છે અને ભવિષ્યમાં તેને લીધે અમદાવાદ, ગુજરાત અને ભારતનું નામ મોટેરા સ્ટેડિયમ માટે દુનિયામાં ગાજતું થશે તે નિર્વિવાદ છે.

ટૂંકમાં, અમદાવાદ, ગુજરાત અને ભારતના ક્રિકેટ પ્રેમીઓ જેના માટે ગર્વ લઈ શકે, તેવા મહત્ત્વકાંક્ષી મોટેરા સ્ટેડિયમના નિર્માણનું કામ નિયમોનુસાર આયોજન મુજબ ખૂબ જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને નિર્માણ કાર્ય ઝડપભેર પૂરું થવા તરફ આગળ વધી રહ્યું છે. khabarchhe.comના સ્પેશિયલ રિપોર્ટની માહિતીને લઈને ઉદભવતી ગેરસમજો દૂર કરવાના ઉદ્દેશથી અત્રે કેટલીક સ્પષ્ટતાઓ કરવી જરૂરી છે. જેમ સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp