માસ્ક ન પહેરવા બદલ 3 મહિનામાં આ શહેરના લોકો પાસેથી રૂ.5.13 કરોડનો દંડ વસૂલ કરાયો

PC: bhaskarassets.com

કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાઈ એ માટે સરકારે ફરજિયાત માસ્ક પહેરવા માટે રાજ્યના લોકોને અપીલ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન્સમાં પણ માસ્ક પહેરવું ફરજિયાત છે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. છતાં જાહેરમાં નિયમનો ઉલાળીયો કરનારાઓમાં અમદાવાદી પ્રથમ ક્રમે રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં 1.82 લાખ બેદરકાર અમદાવાદીઓએ પાસેથી રૂ.5.13 કરોડનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

શહેર પોલીસે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ પર ટીમ ગોઠવીને આવા બેદરકાર અમદાવાદીઓને ઝડપી લીધા હતા અને દંડ વસુલ કર્યો હતો. અમદાવાદ શહેરમાં કુલ 200 લોકો દરરોજ માસ્ક વગર ઝડપાય છે. સૌથી વધારે સરખેજ હાઈવે વિસ્તારમાંથી 5215 લોકો માસ્ક વગરના ફરતા ઝડપાયા છે. જેમની પાસેથી પોલીસે રૂ.13 લાખથી વધારે રકમનો દંડ વસુલ કર્યો છે. માત્ર માસ્ક જ નહીં પણ જાહેરમાં થૂંકવા બદલ પણ પોલીસે દંડ ફટકાર્યો છે. જાહેરમાં થૂંકવા બદલ પોલીસે રૂ.1000નો દંડ વસુલ કર્યો છે. સૌથી વધારે માસ્ક બદલનો દંડ નરોડ, સરદારનગર, એરપોર્ટ, કૃષ્ણનગર, મેઘાણી નગર, શાહીબાગ તથા દરિયાપુર વિસ્તારમાંથી વસુલ કરવામાં આવ્યો છે. કુલ 12 વિસ્તારમાંથી 10 લાખથી વધારે રૂપિયાના દંડની વસુલાત થઈ છે. જ્યારે સૌથી ઓછો દંડ કાલુપુર, ખાડિયા, જમાલપુર, ગાયકવાડ હવેલી, રાયપુર જેવા વિસ્તારમાંથી થયો છે. અમરાઈવાડી, રામોલ, રખિયાલ, નિકોલ, ગોમતીપુર, ખોખરા, ઓઢવ તથા બાપુનગર વિસ્તારમાંથી માત્ર 20 હજાર લોકો દંડાયા છે.

અમદાવાદ શહેરના ઝોન 1માંથી 54.98 લાખ, ઝોન 2માંથી 56.95 લાખ, ઝોન 3માંથી 33.25 લાખ, ઝોન 4માંથી 77.68 લાખ, ઝોન 5માંથી 54.60 લાખ, ઝોન 6માંથી 57.92 લાખ, ઝોન 7માંથી 61.98 લાખ એમ કુલ મળીને રૂ.1.16 કરોડના દંડની વસુલાત કરવામાં આવી રહી છે. અમદાવાદના 12 વિસ્તારમાં પોલીસે 10 લાખથી ઉપરનો દંડ વસૂલ કર્યો છે, જેમાં શાહપુર, વેજલપુર, સાબરમતી, સરખેજ, શાહીબાગ, ખાડિયા, નરોડા, સરદારનગર, કૃષ્ણનગર, મેઘાણીનગર, નારોલ અને એરપોર્ટ વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યાં થૂંકવા બદલ પણ દંડ કરાયો હતો. માત્ર અમદાવાદ જ નહીં પણ સૌરાષ્ટ્રમાં પણ સમયાંતરે પોલીસ આવી ડ્રાઈવ શરૂ કરે છે. જેમાં તંત્રને દંડ પેટે કરોડો રૂપિયાની આવક થાય છે. અગાઉ હેલ્મેટ બદલ આવી ઝુંબેશ શરૂ કરવામાં આવતી ત્યારે મોટી રકમનું ક્લેક્શન થતું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp