અમદાવાદમાં પ્લે ગ્રાઉન્ડ વેચી મારવામાં આવી રહ્યું છે? કોણ છે સૂત્રધારો

PC: sportskeeda.com

શહેરી વિકાસ વિભાગ દ્વારા એક મસમોટું કૌભાંડ આકાર લઈ રહ્યું છે. ગુજરાતના શહેરોમાં રહેલી સરકારી જમીન બારોબાર સત્તાભાવે આપી દઈને કરોડો રૂપિયાનું કૌભાંડ શહેરી વિકાસ વિભાગની મંજૂરીથી આચરવામાં આવે એવો પ્લોટ તૈયાર થઈ રહ્યો છે. જેમાં ભાજપના ટોચના નેતાઓ અને મંત્રી પણ રસ લઈ રહ્યાં છે. આઠ મહાનગર શહેરી વિકાસ સત્તા મંડળ પાસે બાળકોને રમવા માટે અનામત રહેલાં પ્લોટ છે. આ પ્લોટ શાળાઓને આપવા માટે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. તે અંગે અમદાવાદના 14 જેટલાં પ્લોટ પસંદ કરાયા છે.

આ પ્લોટનો કબજો ઔડા પાસે છે. જે ખરેખર તો અમદાવાદા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કબજો હોવો જોઈતો હતો. પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપના નેતાઓએ તેનો કબજો કોર્પોરેશનને સોંપ્યો ન હતો. કૌભાંડ આચરવાના ઈરાદાથે હવે તે પ્લોટ 14 જેટલી ખાનગી શાળાઓને આપી દેવા માટે ભાજપના ખજાનચી દ્વારા કવાયત હાથ ધરી છે. ઊંચી ફી વસુલતી આ શાળાઓને આવા મેદાવો વાપરવા તો આપી દીધા છે પણ હવે તેને સસ્તામાં વેચી મારીને એક હજાર કરોડનું સરકારને નુકસાન થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.