
2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ચૂંટણીને લઇને તમામ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે બંને પાર્ટીઓમાં ઉમેદવારોના નામને લઇને ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ કેટલાક વિસ્તારમાં સાંસદ બદલોના સૂત્રો લખવામાં આવ્યા છે. આ પ્રકારના લખાણથી સાંસદ પ્રત્યે લોકોમાં કેટલો રોષ છે તે સપષ્ટ થઈ રહ્યું છે.
આ સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો અમદાવાદના એલીસ બ્રીજ વિસ્તારમાં કેટલીક દિવાલ પર સાંસદ બદલોનું લખાણ લખવામાં આવ્યું છે. આ સૂત્રો અમદાવાદના સાંસદ ડૉક્ટર કિરીટ સોલંકીની સામે લાગ્યા છે. અમદાવાદ પશ્ચિમ સુરક્ષા સમિતિએ સાંસદ બદલોનું લખાણ દિવાલ પર કરીને સાંસદ કિરીટ સોલંકી સામે વિરોધ દર્શાવ્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસમાં નવા જૂની થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, કિરીટ સોલંકી છેલ્લી બે ટર્મથી લોકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા આવે છે ત્યારે અત્યારથી જ તેમની સામે વિરોધના સુર ઉઠતા આ ચૂંટણીમાં તેમણે ટિકિટ આપવામાં આવશે તો કંઇક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp