RAFની બટાલીયને વડોદરા ગામની કાયાપલટ કરી

PC: khabarchhe.com

ભારતીય રેપિડ એકશન ફોર્સના જવાનોએ દત્તક લીધેલા એક ગામની કાયાપલટ કરી છે. આ જવાનો મુશ્કેલીના સમયમાં સિવિલિયનને મદદ કરતા હોય છે પરંતુ તેઓએ હવે સામાજીક કામો પણ શરૂ કર્યા છે.

આરએએફની 100મી બટાલીયનના જવાનો દ્વારા આ કામગીરી વડોદરા ગામમાં કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ જીતેન્દ્ર ઓઝા અને ઉગમા રામના નેતૃત્વમાં જવાનોએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વડોદરા ગામ દત્તક લેવામાં આવ્યું હતું.

આપણા રાજનેતાઓ કોઇપણ ગામને દત્તક તો લેતાં હોય છે પરંતુ તેઓ જાતે કોઇ કામ કરતા નથી પરંતુ અહીં તો દેશના જવાનો જાતે કામ કરીને લોકોને જાગૃત કરતા જોવા મળે છે.

આ જવાનોએ વડોદરા ગામના સરપંચ ઠાકુર મંજુલાબેન દશરથભાઈ તથા ગામનાં અન્ય વરિષ્ઠ નાગરિકો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં સામાજિક કાર્યનાં ભાગરૂપે વડોદરા ગામની સ્કુલનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને યોગનો અભ્યાસ કરાવ્યો અને સ્કૂલનાં બાળકોને યોગ તથા સાફ-સફાઈનાં મહત્વ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

બદલતા વાતાવરણનાં કારણે મચ્છરોની વૃદ્ધિને રોકવા માટે ધુમાડાનો છંટકાવ તથા ગ્રામવાસીઓ સાથે મળીને ગામના સાર્વજનિક સ્થળો પર સાફ સફાઈ કરવામાં આવી હતી.

100મી બટાલીયન આરએએફ દ્વારા સમયાંતરે પોલીસ તેમજ લોકો વચ્ચે પરસ્પર સંપર્ક વધારવાના હેતુ માટે આ રીતના સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp