રાજેન્દ્ર ત્રિવેદીએ સ્પીકરપદ માટે ભર્યું ફોર્મ: ડે.સ્પીકરને લઈ કોંગ્રેસ આક્રમક

PC: facebook.com/jitu.vaghani

વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ સ્પીકરપદ માટે પસંદ કરવામાં આવ્યા બાદ તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે સ્પીકરપદ માટે ફોર્મ ભર્યું હતું. તો કોંગ્રેસે ડે.સ્પીકર પદ માટે આક્રમકતા ધારણ કરી છે અને ડે.સ્પીકરપદ કોંગ્રેસને ફાળે જાય તેવી માંગ કરી છે.  ફોર્મ ભર્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અભિનંદન સાથે શૂભકામના આપી હતી. વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસે માંગ કરી છે કે વિધાનસભાની પરંપરા રહી છે કે શાસક પાસે સ્પીકરપદ હોય તો વિપક્ષ પાસે ડે.સ્પીકરપદ હોય છે. અગાઉની વાત જુદી હતી. હવે નંબર ગેમમાં વિપક્ષ મજબૂત થયો છે ત્યારે શાસક ભાજપે વિચાર કરવાનો હોય છે.

ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસે જ ડે.સ્પીકરપદની પરંપરાને તોડી હતી. હાલ ડે.સ્પીકરની કોઈ વાત જ નથી તો નિમણૂંકનો પ્રશ્ન ઉભો થતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp