અમદાવાદમાં એક મહિનાના આપઘાતના આંકડા જાણીને તમે પણ ચોંકી જશો

PC: youtube.com

ગુજરાતમાં દિન-પ્રતિદિન આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. જેમાં કેટલાક લોકો પારીવારીક કંકાસથી કંટાળીને આપઘાત કરે છે, તો કેટલાક લોકો કોઈ મુંઝવણમાં આવીને અથવા તો કોઈના દબાવમાં આવીને આપઘાતનું પગલું ભરે છે.

જોકે, કેટલાક એવા પણ કિસ્સાઓ હોય છે કે, જેમાં પોલીસને પણ આપઘાતનું કારણ મળતું નથી. ત્યારે કેટલાક લોકો આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખતા હોય છે. જેનાથી પોલીસને આપઘાતનું કારણ જાણવા મળે છે. ત્યારે અમદાવાદમાં એક મહિનામાં આપઘાતના જે આંકડાઓ બહાર આવ્યા છે. તે જાણીને તમે પણ ચોંકી જશો.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદમાં એક મહિનામાં કુલ 63 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં 17 મહિલાઓનો અને 46 પુરુષોનો સમાવેશ થાય છે. આ 63 આપઘાતના કેસમાંથી 47 કેસ એવા છે કે, જેમણે ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ ઉપરાંત અન્ય કેસની વાત કરવામાં વે તો 3 વ્યક્તિઓએ નદીમાં પડતું મુકીને આપઘાત કર્યો છે, બે વ્યક્તિઓએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે, 5 વ્યક્તિઓએ એસીડ પીને જીવન ટુંકાવ્યું છે. 1 વ્યક્તિએ વૃક્ષ પર લટકીને અને 2 વ્યક્તિઓએ ધાબા પરથી પડતું મુકીને આપઘાત કર્યો છે. અમદાવાદના સૌથી વધારે આપઘાતના કિસ્સાઓ પૂર્વ વિસ્તારમાં સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp