સ્માર્ટ સિટીના પ્રોજેક્ટના નામે ઐતિહાસિક ઈમારત વેચવાનું વડોદરામાં કૌભાંડ

PC: khabarchhe.com

વડોદરાની ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનને નુકશાન કરી ગેરકાયદેસર કમર્શિયલ ભાવે કરોડો રૂપિયામાં વેચી દેવાનું કૌભાંડ થઈ રહ્યું છે. કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો બિલ્ડર - જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ અને કોર્પોરેશનના અધિકારીઓ સામે પગલા લેવામાં નહીં આવે તો હેરિટેજ સાઈટ કોઈ પણ પ્રકારના લિગલ એગ્રીમેન્ટ વગર સ્માર્ટ સીટીનાં નામે આચરવામાં આવી રહેલા કૌભાંડમાં જતું રહેશે.



સ્માર્ટ સિટીના પ્રોજેક્ટમાં ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનને એજ પરિસ્થિતિમાં જાળવી રાખવા અને તેને રિપેર કરવાનો ટેન્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં ઇસ્કોન બિલ્ડર, ભાજપના નેતાઓ તથા કોર્પોરેશનના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા કમાવવાના કૌભાંડનો પર્દાફાશ વડોદરાના જાગૃત લોકોએ કર્યો છે.

સ્માર્ટ સિટીના નામે છેતરપીંડી અને ભ્રષ્ટાચાર 10 કરોડની જમીન પર દામાજીરાવ ભવન ઉપર સ્લેબ બાંધી 20 કરોડ કમાવાનો પ્લાન ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનમાં બિલ્ડર -જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતાની પ્રાઇવેટ આલીશાન ભવ્ય ઓફીસે બાંધી ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનના તમામ મિલકત અને ઓરડા કોમર્સિયલના ભાવે કરોડો રૂપિયામાં વેચી દેવાનું કૌભાંડ છે. ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનના નુકશાનને રીપેર કરી પાછું સરકાર હસ્તક એટલે કે કોર્પોરેશન કે જિલ્લા પંચાયતને પાછું સોંપવા માંગણી કરી છે.



ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવન 1875મા એટલે કે 150 વર્ષ પૂર્વે મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાંધ્યું હતું. આ ઐતિહાસિક ઈમારત મહારાજા ગણપતરાવના સમયથી મહારાજા દામાજીરાવના નામે હતું, મહારાજા દામાજીરાવ ગાયકવાડે ગુજરાતના અન્ય વિસ્તારોને જીતીને ગાયકવાડી શાસન નીચે લાવ્યા હતા. અને તે સમયમાં ઇન્ડો-સેરેસેનીક સ્ટાઈલથી આ ઈમારત બાંધવામાં આવી હતી.



વડોદરા ઐતિહાસિક નગરી અને ભવ્ય વારસો ધરાવે છે. જ્યારથી સ્ટેશન એરિયામાં બાંધકામોને કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી રહ્યા હતા, ત્યારથી શહેરના નાગરિકો ચિંતિત હતા. સ્માર્ટ સીટીના પ્રોજેક્ટમાં દામાજીરાવભવનની ઐતિહાસિક વિરાસતને સાચવીને જરૂરી પગલા લઈ જાળવી રાખવાની ટેન્ડરમાં શરત હતી, ત્યારબાદ ગુજરાત સરકાર કે કોર્પોરેશન કે જિલ્લા પંચાયતના જાહેર ઉપયોગ માટે રાખવામાં આવે તેમ હતું, તેમ 'જાગો વડોદરા' જાગૃતિ અભિયાનના અમી રાવત અને નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કૌભાંડની બધી વિગતો મોકલી છે.

"અમોએ 12/3/2018ના રોજ મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવને પત્ર લખીને સ્માર્ટ સીટીના નામે આ પ્રકારની વિરાસતોને સાચવવા અપીલ કરી હતી અને બિલ્ડર - જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ આ ઐતિહાસિક ઈમારતને નુકશાન પહોંચાડી દામાજીરાવ ભવનની જગ્યામાં કબજો જમાવી આજુબાજુની તમામ જગ્યા પર કબજો લઈ ખોદી નાખી દામાજીરાવ ભવનની દિવાલોને અડીને સહેજ પણ જગ્યા ન છોડીને ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે. તેમજ ઇસ્કોન બિલ્ડર પોતાની ખાનગી ઓફીસ બનાવી મજૂરો માટે રહેવાની જગ્યા તથા સાઈટનો સામાન જેમ કે સિમેન્ટની થેલીઓ, લોખંડના સળિયા તથા વાહનો માટે પાર્કિગ બનાવી આ ઐતિહાસિક ધરોહરને નુકશાન પહોંચાડી રહ્યાં છે.


ગંભીર બાબત એ છે કે બિલ્ડર - જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનને કમર્શિયલ બિલ્ડીંગ બતાવી અને નકશા બનાવી ગેરકાયદેસર રીતે વેચી નાણા એકઠા કર્યા છે. આ બાબતે ટેન્ડરના નિયમોનો ભંગ કરવા બદલ તત્કાલિક પગલા લઈ ઇસ્કોન બિલ્ડરને બ્લેક લિસ્ટ કરી, કોન્ટ્રાક્ટ રદ કરવા માગણી કરી હતી અને ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનના નુકસાનને રિપેર કરી પાછું સરકાર હસ્તક એટલે કે કોર્પોરેશન કે જિલ્લા પચાયતને પાછું સોપવા માંગણી કરી હતી.

બિલ્ડર - જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનને કમર્શિયલ ભાવે વેચી દેવાના પુરાવા, નકશા, ભાવ પત્રક તમામ બાબતો આપની સમક્ષ રજૂ કરીએ છીએ. ઇસ્કોન-બિલ્ડર દ્વારા આ ઈમારત ને કમર્શિયલ પ્રોપર્ટી બતાવીને આ ધરોહરને સાચવી રાખવાના બહાના હેઠળ પોતાની ભવ્ય ઓફીસ બાંધી દામાજીરાવ ભવન ઉપર સ્લેબ બાંધી ને 10 માળ બાંધી કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરવાનું કોભાંડ રચ્યું છે.

આ બાબતે અમો લેખિતમાં આ ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનના નુકશાનને રીપેર કરી પાછું સરકાર હસ્તક લેવાના દસ્તાવેજોની માંગણી કરીએ છીએ. સૌથી મહત્વની બાબત કે કોઈ પણ પ્રકારના લિગલ એગ્રીમેન્ટ વગર સ્માર્ટ સીટીનાં નામે આ સહિતનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેના કૌભાંડનો ટૂંક સમયમાં પર્દાફાસ કરવામાં આવશે. આ ઐતિહાસિક ઈમારત દામાજીરાવ ભવનના નુકશાનને બિલ્ડર - જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમિટેડ પાસે રીપેર કરી પાછું સરકાર હસ્તક એટલે કે કોર્પોરેશન કે જિલ્લા પંચાયતને પાછું સોપવા માંગણી કરીએ છીએ અને જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરીએ છીએ."

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp