ગુજરાત સરકારે કોરોના ટેસ્ટિંગ ચાર્જ ઘટાડ્યા, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

PC: aljazeera.com

રાજ્યમાં વાયુવેગે વધી રહેલા કોરોના વાયરસના કેસને કાબુમાં લેવા માટે સરકારે અનેક પ્રયત્નો શરૂ કરી દીધા છે. રાજ્યના લાખો નાગરિકોના હિતને ધ્યાને લઈને લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર ગ્રૂપની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટ માટે જે તે સમયે જે દર નક્કી કરવામાં આવ્યા હતા એમાં નોંધપાત્ર ઘટાડો કરાયો છે. રાજ્યાં અગાઉ જે તે સમયે ટેસ્ટ માટેની કીટ મર્યાદિત પ્રમાણમાં હતી. હવે કીટનું ઉત્પાદન મોટી સંખ્યામાં થતા અને સાધનો મળી રહેતા આ નિર્ણય લેવાયો છે. કિટની સંખ્યામાં મોટા પાયે ઉત્પાદન શરૂ થતા હવે સરળતાથી ટેસ્ટ કરાવી શકાશે. એ પણ સસ્તી કિંમતે. RT-PCR માટેના ચાર્જમાં રૂ.1000નો ઘટાડો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ટેસ્ટની કિંમત રૂ.2500 હતી એ ઘટાડીને 1500 અને હોસ્પિટલ કે ઘરમાં થતા સેમ્પલ ક્લેક્શનને તબક્કે રૂ.3000થી ઘટાડીને રૂ.2000 કરી દેવામાં આવ્યા છે. ખાનગી લેબોરેટરીએ પણ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

ICMRએ મે મહિનામાં ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપી દીધી હતી. એ સમયે દર્દીઓ પાસેથી વધુમાં વધુ 4500 રૂ. સુધીનો ચાર્જ લેવા માટે મંજૂરી આપી હતી. પછીથી ગુજરાત સરકારે તા. 25 જુનના રોજ ખાનગી લેબ માટે RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરીને રૂ.2500 કરી દીધી હતી. ઘર કે હોસ્પિટલમાં જઈને દર્દીના સેમ્પલ ક્લેક્શનની સ્થિતિમાં વધુમાં વધું રૂ.3500 વસુલ કરવા માટેની છૂટ આપી હતી. ફરી અઢી મહિના બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. ટેસ્ટ વધતા ઝડપથી મહામારીની સ્થિતિ સામે પહોંચી વળાશે. બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા હતા. 24 કલાકમાં 1364 નવા કેસ આવતા આરોગ્ય વિભાગમાં મોટી દોડધામ મચી ગઈ છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ દરેકે દરેક દિવસના રિપોર્ટ નોંધી રહી છે. ખાસ કરીને સામે આવતી આંકડાકીય માહિતીને લઈને સરકારે વધુ તકેદારી રાખી રહી છે. બીજી તરફ રાજ્યમાંથી 98156 જેટલા દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. બીજી તરફ શંકાસ્પદ કેસની સંખ્યામાં પણ ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp