અમદાવાદમાં પોલીસકર્મીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આઇસોલેટ કરાયો

PC: google.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના 133 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે અને શહેરને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તમને SVP હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં જેન્તીભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા છે. લોકડાઉનના કારણે તેઓ શહેરના રસ્તાઓ પર અવારનવાર તેઓ પૅટ્રોલિંગ કરવા માટે જતા હતા.બીજી તરફ પોલીસકર્મીઓની ચિંતા કરીને આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ કર્મીઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. જેન્તીભાઈના ચેકઅપ દરમિયાન તેમના શરીરનું ટેમ્પરેચર વધારે હોવાનું અને તેમને ગળામાં દુખાવાની તકલીફ હોવાનું સામે આવતા પોલીસ અધિકારીઓ દ્વારા તેમને તાત્કાલિક ફરજ પરથી રાહત આપવામાં આવી છે અને સારવાર માટે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. SVP હોસ્પીટલમાં જેન્તીભાઈના કોરોનાને લગતા કેટલાક રિપોર્ટમાં કરવામાં આવ્યા છે. જ્યાં સુધી તેમના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેઓને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના 50 પોઝીટીવ કેસ નોંધાયા છે, તે તમામ કેસ દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસરમાંથી સામે આવ્યા છે. આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાનું કહેવું છે કે, આગામી બે-ત્રણ દિવસો કપરા છે અને આગામી બે-ત્રણ દિવસમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ શકે છે. અમદાવાદના 50 કેસ મરકજમાં ગયેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp