કોરોના પોઝિટિવ થતા પહેલા મોઢેથી પ્રસાદ વહેંચતા સ્વામી, જુઓ Video: હાલત ગંભીર

PC: twitter.com

કોરોના વાયરસ પહેલાનો સમય જુદો હતો. કોઇની બર્થડેમાં જતા, તો કેક કટ થતી. જેને સૌ કોઇ એન્જોય કરી ખાતું. પણ હવે દુનિયામાં કોરોના વાયરસે પોતાની જગ્યા લઇ લીધી છે અને તેને કારણે દુનિયામાં જીવન જીવવાની રીત જ સંપૂર્ણપણે બદલાઇ ગઇ છે. જાણ હોય તો મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને કોરોના થયો છે. જેમને લઇ તેમનું સ્વાસ્થ્ય વધારે કથળ્યું છે.

એક વીડિયોને ટ્વીટર પર @tweetarrant નામના એક ટ્વીટર યૂઝરે શેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે સ્વામી પીપી પોતાના અનુયાયીઓને પોતાના મોઢા દ્વારા પ્રસાદ આપી રહ્યા છે. વીડિયો અનુસાર, એક વ્યક્તિ પહેલા સ્વામીના મોઢામાં પ્રસાદ આપે છે ત્યાર પછી સ્વામી પોતાના મોઢા દ્વારા અનુયાયીના હાથમાં પ્રસાદ ડ્રોપ કરી રહ્યા છે. આ વીડિયોને જોઇ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આનાથી ઇન્ફેક્શનનો ખતરો છે.

આચાર્ય પીપી સ્વામી મહારાજને જૂનના છેલ્લા અઠવાડિયામાં કોરોના સંક્રમણ થયું હતું. સ્વામીની એક સર્જરી થઇ હતી અને તે સાજા થઇ રહ્યા હતા. હોસ્પિટલ તેમને રજા પણ આપવાનું હતું. પણ તેની વચ્ચે તેમને લંગ્સ ઈન્ફેક્શન થઇ ગયું. ત્યાર પછી ટેસ્ટમાં તેઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે.

હાલમાં જ મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 જેટલા સંતો કોરોના સંક્રમિત સામે આવ્યા હતા. જેમાં પીપી સ્વામી મહારાજ પણ સામેલ હતા. આ 11 સંતોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. પીપી સ્વામીની  સિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, તેમની તબિયત નાજુક થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ફેફસાંમાં તકલીફ વધવાને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ડોક્ટરોના મતે પીપી સ્વામીનું સ્વાસ્થ્ય નાજુક છે.

ખેર, ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 41906 કોરોના સંક્રમિતો રાજ્યમાં નોંધાયા છે. કુલ 2047 કોરોના દર્દીના મોત થયા છે. તો વળી 29198 કોરોના દર્દી સાજા થઇ ગયા છે. ગુજરાતમાં હવે અમદાવાદ તો ખરું જ પણ, સાથે સાથે અન્ય જિલ્લાઓમાં પણ કોરોના સંક્રમિતોના આંકડાઓમાં વધારો થતા જોવા મળી રહ્યો છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં પણ કોરોનાના કેસો રોજ વધી રહ્યા છે. જેેને લઇ લોકો ચિંતામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp