સ્વાઈન ફ્લૂનાં 16 લાખ ડોઝ છે

PC: dnaindia.com

સ્વાઈન ફ્લ્યુને પહોંચી વળવા માટે રાજ્યમાં દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં રાજયની હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. જેમાં કેપ્સ્યુલ ઓસલ્ટામીવીર, 75 મી.ગ્રા.ની 11 લાખ, ૪૫ મી.ગ્રા.વાળી 1.40 લાખ, અને 30 મી.ગ્રા.વાળી 3.40 લાખ તેમજ નાના બાળકો માટે સીરપ ઓસલ્ટામીવીર 1000 સંખ્યામાં ઉપલબ્ધ છે. આમ, દવાની કોઇ અછત નથી.

પ્રાઇવેટ કેમિસ્ટો સાથે પણ આ દવાઓ સરળતાથી મળી રહે તે હેતુસર તેને ત્રણ પ્રીસ્ક્રીપ્શનથી આપવાની જુની પધ્ધતિને સરકારે બદલી હવે ફકત એક જ પ્રિસ્ક્રીપ્શનથી મળે તેવું આયોજન કરેલું છે અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા તેનું રોજેરોજના વપરાશનું મુલ્યાંકન કરવામાં આવે છે તેમજ તમામ દવાની દુકાનોમાં ઉપલબ્ધતાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આયુર્વેદ વિભાગ તરફથી વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુસર આશરે 17.50 લાખ જેટલા લોકોને વિના મૂલ્યે આયુર્વેદિક ઉકાળાઓ આપવામાં આવેલા છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સ્વાઇન ફલુને નાથવામાં મદદરૂપ થાય છે. તેવી જ રીતે પ્રાઇવેટ કેમિસ્ટ એસોસિએશન પણ આ કામગીરીમાં સહભાગી બન્યા છે.

રાજયની અંદર આરોગ્ય કર્મીની કુલ 17,000 જેટલી ટીમો ફરજ બજાવી રહી છે. તદઉપરાંત રાજયમાં 40,000 આશા બહેનો અને ઉષા બહેનો પણ પાયાની કામગીરી કરી રહી છે. આ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઇ ૩ કરોડ વ્યક્તિઓનુ સર્વેલન્સ કરવામાં આવ્યું છે. રાજયમાં 5000થી વધુ એમ.બી.બી.એસ. ડૉકટરો અને 3000થી વધુ આયુષ ડૉકટરો ફરજ બજાવી રહયાં છે. આમ, સમગ્રતયા આ વિશાળ માનવબળ સ્વાઇન ફલુને નાથવા માટે ફરજ બજાવી રહ્યા છે.

સ્વાઇન ફલુના દર્દીઓની સારવાર માટે રાજયની ૨૩ મેડીકલ કોલેજો અને તમામ જિલ્લા હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં પથારીની સંખ્યા છે અને ગંભીર પ્રકારના દર્દીઓમાં આઇસોલેશન કરવા માટે 680 જેટલા આઇસોલેશન બેડ અને તેમાં તાલીમબધ્ધ સ્ટાફ નર્સ અને તબીબો ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp