PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઇ AMC કરશે આટલા કરોડનો ખર્ચ

PC: washingtonpost.com

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇને અમદાવાદ પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ તો શહેરમાં રોડની વ્યવસ્થાથી લઇને શહેરમાં અન્ય શણગારની વ્યવસ્થા માટે તિજોરી ખુલ્લી મૂકી દીધી છે. આ આયોજનમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25થી 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચીમનભાઈ પટેલ બ્રીજથી લઇને મોટેરા સ્ટેડીયમ વચ્ચે એક ગ્રીન સ્પેસ બનાવશે સાથે-સાથે બ્રીજથી ઝુંડાલ સર્કલ સુધી આવતા BRTS રૂટની બંને તરફ પણ ગ્રીન સ્પેસ ડેવલોપ કરવામાં આવશે. આ ગ્રીન સ્પેસમાં 3.68 કરોડના ખર્ચે રંગબેરંગી ફૂલો વાવવામાં આવશે. આ કામ માટે બે ટેન્ડર મંજૂર પણ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત એરપોર્ટ ઇન્દિરા સર્કલ પાસે આવેલા સારણીયાવાસ પાસે આવેલી ઝુંપડપટ્ટી VVIP મહેમાનોનો નહીં દેખાય એટલા માટે તે જગ્યા પર ઈંટથી પાકી દીવાલ ઉભી કરવામાં આવશે. પહેલા આ રસ્તા પર માત્ર ગ્રીન કવરથી ઝુંપડપટ્ટીને કવર કરવામાં આવતી હતી.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇને અમદાવાદમાં ખાડાવાળા રસ્તાનું રીપેરીંગ કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ઝુંપડપટ્ટીને કવર કરવા માટે પાકી દીવાલ બનાવવાના સત્તા પક્ષના નિર્ણયનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp