કેબિનેટ મંત્રીએ કહ્યું, હવે હેલિકોપ્ટરથી થઈ શકશે અમદાવાદ દર્શન

PC: youtube.com

લોકોને હેલિકોપ્ટર કે પછી પ્લેનમાં બેસવાનો શોખ હોય છે પરંતુ લોકો તેમના બજેટને ધ્યાનમાં લઈને ક્યારેક આ પોતાનો શોખ પૂરો કરી શકતા નથી પરંતુ, હવે લોકો તેમનો આ શોખ પૂરો કરી શકશે. અમદાવાદમાંથી લોકો આકાશનો નજારો જઈ શકશે. આ માહિતી રાજ્યના સિવિલ એવિએશન મિનિસ્ટર પૂર્ણેશ મોદી દ્વારા આપવામાં આવી છે.

તેમને કહ્યું છે કે, અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત અમદાવાદ શહેરના લોકોને આ યોજનાનો લાભ મળશે. આ બાબતે કેન્દ્ર સરકાર સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદના સાબરમતી હેલીપેડથી અમદાવાદ દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદ રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ધરોઈ અને ઉકાઈ ડેમ જોવા સ્થળો પણ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવશે.

રાજ્યના સિવિલ એવિએશન મિનિસ્ટર પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. તેમાં રાજ્ય સરકારનું જૂનું પ્લેન જ એર એમ્બ્યુલન્સ તરીકે વાપરવામાં આવશે. તો બીજી તરફ હાલ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સી-પ્લેન મારફતે લોકો અવર જવર કરી શકે તે માટે સાંજે અને સવારે ફરીથી સી-પ્લેનની શરૂઆત થાય તે પ્રકારની કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.

સિવિલ એવિએશન મિનિસ્ટર પૂર્ણેશ મોદીએ એવું પણ જણાવ્યું હતું કે, એર એમ્બ્યુલન્સ માટે ગુજરાત સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે અને મુખ્યમંત્રી જે પ્લેન પહેલા વાપરતા હતા તેનો એર એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. વાઇબ્રન્ટ સમયે તેને શરૂ કરવાનું આયોજન છે. એવી પણ માહિતી મળી રહી છે કે, જો એર એમ્બ્યુલન્સ 108ને ફોન કરીને માગવામાં આવે તો તેનો ચાર્જ 50,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તો બીજી તરફ એર એમ્બ્યુલન્સની માગણી જો કોઈ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે તો 55,000 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે અને કોઈ વ્યક્તિ દ્વારા એમ્બ્યુલન્સની માંગણી કરવામાં આવે તો કલાકના 65,000 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp