શાકભાજીની લારી પર ભીડની પોલીસને માહિતી આપનાર સોસાયટીનો ચેરમેન ટોળા સાથે પકડાયો

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને રસ્તા પર એકઠા થવા માટે માટેની મનાઇ કરવામાં આવી છે, ત્યારે ઘણા લોકો શાકભાજી માર્કેટમાં એકઠા થતા હોય છે. અમદાવાદમાં એક સોસાયટીના ચેરમેને તેની સોસાયટીઓની બહાર ઘણી શાકભાજીની લારીઓ ઉભી હોવાનો કંટ્રોલમાં મેસેજ કર્યો હતો પરંતુ પોલીસે સોસાયટીની બહાર જઇને ચેક કરતાં શાકભાજીની બે લારીઓ જોવા મળી હતી પરંતુ સોસાયટીના ચેરમેન જ લોકોનું ટોળું એકઠું કરીને બેઠો હોવાની વાત પોલીસને જણાવતા પોલીસ સોસાયટીની અંદર ઘૂસી હતી અને સોસાયટીના ચેરમેન સહિત તેની સાથે બેઠેલા લોકોની સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી દેવ રેસીડેન્સીના ચેરમેન દ્વારા પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરવામાં આવ્યો હતો કે, મોટી સંખ્યામાં તેની સોસાયટીની બહાર ફ્રુટવાળા અને શાકભાજી વાળા લારીઓ લઈને ઊભા છે. આ પ્રકારનો મેસેજ મળતાની સાથે જ સોલા હાઇકોર્ટ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને માત્ર બે જ શાકભાજીની લારીઓ રસ્તા પર ઊભેલી જોવા મળી હતી પરંતુ રેસીડેન્સીની અંદર લોકોનું ટોળું એકઠું થયેલ થયું હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ રેસીડેન્સીની અંદર તપાસ કરવા પહોંચી હતી ત્યારે સોસાયટીના ચેરમેન કિરીટ પટેલ તેમના સોસાયટીઓના રહીશોના કરીને બેઠા હતા ત્યારે પોલીસે સોસાયટીમાં પ્રવેશતાની સાથે જ તમામ લોકો ભાગી ગયા હતા. પોલીસ સોસાયટીના અન્ય લોકોની પૂછપરછ કરી અને CCTV કેમેરાના ફુટેજની ચકાસણી કરતા સોસાયટીના ચેરમેન સાહિત કેટલાક લોકો ખુરશીઓ લઇને ટોળું ભેગું કરીને બેઠા હોવાનું સ્પષ્ટ થતા પોલીસે ચેરમેન કિરીટ પટેલ સહિત 8 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.

આ બાબતે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના PI જાડેજાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાત વાગ્યા આસપાસ વંદે માતરમ દેવ રેસીડેન્સીના ચેરમેન કિરીટ પટેલ કંટ્રોલરૂમમાં ફોન કરીને સોસાયટીની બહાર શાકભાજીની લારીઓવાળા મોટી સંખ્યામાં એકઠા થયા હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સોસાયટીના ચેરમેન દ્વારા પોલીસને ખોટી માહિતી આપવામાં આવી છે જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp