અમદાવાદની આ હોસ્પિટલમાં દર્દીના પતિ પર પંખો પડ્યો

PC: youtube.com

દર્દીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય ત્યારે તે દવાખાને પોતાની તકલીફ દૂર કરવા માટે જાય છે પરંતુ ઘણીવાર હોસ્પિટલો જ દર્દીઓ માટે જોખમ કારક શાબિત થતી હોય છે. ઘણી હોસ્પિટલોની બરાબર જાણવણી ન કરવાના કારણે જર્જરિત થઇ ગઈ હોય છે. જેથી હોસ્પિટલમાં સીલીંગ તૂટવાના કે, સ્લેબના પોપડા પડવાની ઘટના બનવા પામે છે ત્યારે આ પ્રકારની એક ઘટના અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં પ્રકાશમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીના સગા જ્યારે દર્દીની પાસે બેઠા હતા ત્યારે અચાનક પંખો નીચે પડ્યો હતો. આ ઘટનામાં દર્દીના સગાને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલના મહિલા વોર્ડમાં અબરાનાબાનુ અને સંગીતા પટેલ નામની બે મહિલાઓને દાખલ કરવામાં આવી હતી, જ્યારે આ મહિલા દાખલ થઇ હતી ત્યારથી એટલે કે, ચાર દિવસથી દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્રને જણાવ્યું હતું કે, જ્યારે પંખો શરૂ કરવામાં આવે છે ત્યારે તેમાંથી આવાજ આવે છે. દર્દીના પરિવારજનોની આ વાતને હોસ્પિટલના તંત્રએ ગણકારી નહોતી અને પંખો સમયસર રીપેર ન થતા બુધવારના રોજ પંખો જમીન પર પડ્યો હતો. મહિલા વોર્ડના બેડ નંબર 15 અને 16ની વચ્ચે આવેલી પંખો પડવાની ઘટનામાં મહિલા દર્દીના પતિને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. હોસ્પિટલના તંત્રની આ પ્રકારની બેદરકારીના કારણે હોસ્પિટલમાં સારવાર લેવા માટે જતા દર્દીઓના પરિવારજનોની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.

Image result for Shardaben Hospital

આ દુર્ઘટના પછી હોસ્પિટલતંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હોસ્પિટલ દ્વારા ઇલેક્ટ્રિશિયનને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં પંખો પડવાની દુર્ઘટના પછી ટેલીફોનની પણ સમસ્યાઓ સામે આવી હતી. હોસ્પિટલમાં છેલ્લા કેટલા સમયથી ટેલીફોન લાઈન પણ બંધ ચાલુ થાય છે. આ સમગ્ર મામલે ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખ દ્બારા અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp