કર્ફ્યૂ ભંગ બદલ પકડતા યુવકના હોમગાર્ડ ભાઈએ પોલીસ સ્ટેશનમાં ઘૂસી દાદાગીરી કરી

PC: youtube.com

રાજમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા હજુ પણ કેટલીક જગ્યાઓ પર રાત્રી કર્ફયૂ લાદવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાત્રી કર્ફ્યૂ દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવાનું સરકાર દ્વારા કહેવામાં આવે છે પરંતુ હજુ પણ કેટલાક લોકો કોરોનાની ગંભીરતા ન સમજીને રાત્રી કર્ફ્યૂ દરમિયાન ઘર બહાર ફરતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

આવા લોકોની સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદમાં પોલીસ દ્વારા દરમિયાન રાત્રી કર્ફ્યૂ ભંગના ગુનામાં પકડવામાં આવેલા એક યુવકને છોડાવવા માટે હોમગાર્ડનો જવાન આવ્યો હતો અને હોમગાર્ડના જવાને પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી હતી. અને કાર્યવાહી કરવાના કાગળો ફાડી નાખ્યા હતા.

રિપોર્ટ અનુસાર અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અશ્વિન રામજીભાઈ ASI તરીકે ફરજ બજાવે છે. જે સમયે આ ASI અન્ય પોલીસકર્મીઓ સાથે રાત્રી કર્ફયૂનું પાલન કરાવવા માટે પેટ્રોલીંગની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે ત્રણ યુવકો રાત્રી કર્ફ્યૂમાં ઘરની બહાર ફરી રહ્યા હતા. તેથી પોલીસ દ્વારા આ ત્રણેય યુવકોની અટકાયત કરવામાં આવી હતી અને ત્રણેયને જાહેરનામાના ભંગ બદલ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

રાત્રી કર્ફયૂ ભંગ કરવા બદલ પોલીસ દ્વારા જે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી તેમાં જય પુરાણી નામનો એક યુવક હતો. જયનો ભાઈ હોમગાર્ડ હોવાના કારણે તે પોતાના ભાઈને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો હતો અને આ હોમગાર્ડ જવાનનું નામ ચિંતન પુરાણી હોવાનું સામે આવ્યુ હતું.

ચિંતન પુરાણીએ જય તેનો સગો ભાઈ હોવાનું જણાવ્યું હતું. તેથી પોલીસે કહ્યું હતું કે તેની સામે કર્ફ્યૂ ભંગની કાર્યવાહી ચાલી રહી છે. તે સમયે એકાએક હોમગાર્ડ જવાન ચિંતન ઉશ્કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે હું હોમગાર્ડ છું અને મારા ભાઈ સામે તમે કાર્યવાહી કરશો તો હું જોઈ લઈશ.

આટલું કહ્યા બાદ ચિંતન પુરાણીએ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા કાગળોને ફાડી નાખ્યા હતા. તેથી સમગ્ર મામલે પોલીસ દ્વારા ચિંતન પુરાણી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે આવા કિસ્સાઓ અવાર નવાર સામે આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp