આ ભીડની તસવીર કોઈ ફરવાના સ્થળની નથી પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલની OPDમાં છે

PC: DainikBhaskar.com

રાજ્યમાં કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક શાબિત થઇ હતી. કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરતા કોરોનાનું સંક્રમણ હાલ રાજ્યમાં ઘટ્યું છે. હાલ બીજી લહેર સમાપ્ત થવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હાલ 30 કરતા પણ ઓછા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં OPD માટે આવતા દર્દીઓની સંખ્યા 2500થી 3000 સુધી પહોંચી ગઈ છે. થોડા સમય પહેલા આ સંખ્યા 500 સુધી પહોંચી હતી.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાના સમયમાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં 1500થી 1000 દર્દીનો વધારો થયો છે. મહત્ત્વની વાત છે કે, હાલ ડબલ સીઝનના કારણે તાવ, શરદી અને ખાંસી જેવા વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થયો છે. આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉક્ટર જયપ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, પહેલા લોકો હાડકા અને ચામડીના ઇન્ફેકશનના કારણે OPDમાં આવવાનું ટાળતા હતા. પણ હવે કોરોનાના ઇન્ફેકશનના ભયના કારણે 30થી 40% ઓર્થોપેડિક, ગાયનેક અને ચામડીના રોગથી પીડાતા દર્દીઓ આવે છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરબાદ હોસ્પિટલની OPDમાં વાયરલ ઇન્ફેકશનના બેથી ત્રણ કેસ સામે આવતા હતા પણ ડબલ સીઝનના કારણે રોજના 25 જેટલા કેસ સામે આવે છે. જેમાંથી બેથી ત્રણ દર્દીઓને ઇન્ડોર તરીકે સારવાર માટે ખસેડવામાં આવે છે. વાયરલની સાથે મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના અને ડેન્ગ્યુંના કેસનું પ્રમાણ ઓછું છે. 88 કેસ સાદા મેલેરિયાના છે અને ઝેરી મેલેરિયાના 5 કેસ છે. આ ઉપરાંત ચીકનગુનિયાના 16 કેસ છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આજથી સવા વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલ જે રીતે ધબકતી હતી તે રીતે અત્યારે પણ ધબકી રહી છે. ત્રીજી લહેરને લઇને સરકાર ખૂબ એક્ટીવ છે. અમારી પાસે રોજનું રોજ અપડેટ લેવામાં આવે છે. હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ શરૂ થઇ રહ્યા છે. વેક્સીનેશન ડ્રાઈવ ચાલી રહી છે. એટલે સરકાર ખૂબ જ એક્ટીવ થઇને સ્ટેપ લઇ રહી છે.

તો બીજી તરફ ચોમાસાની શરૂઆત થતા જ અમદાવાદમાં પાણીજન્ય રોગોમાં પણ વધારો થઇ રહ્યો છે. 24 જુલાઈ સુધીમાં અમદાવાદમાં ઝાડા અને ઉલટીના 529 કેસ સામે આવ્યા હતા, તો કમળાના 125 કેસ સામે આવ્યા હતા, ટાઈફોડના 114 કેસ અને કોલેરાના 80 કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp