અમદાવાદમાં ઠાકોરજીની હવેલીમાંથી મૂતિની ચોરી, આભરણબાવા સહિત 5 સામે ગુનો નોંધાયો

PC: google.com/maps

ત્રણ દિવસ પહેલા કાલુપુરના દોશીવાળાની પોળ પાસે આવેલી ગોપીનાથજી હવેલીમાંથી ઐતિહાસિક ઠાકોરજીની કેટલીક મૂર્તિઓની ચોરી થઇ હતી. આ સમગ્ર મામલે પોલીસમાં અરજી થતા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ તમામ મૂર્તિઓ મંદિરના ગાદીપતિના નાના દીકરા રણછોડલાલજી ઉર્ફે આભરણબાવા દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે આભરણબાવાનો સંપર્ક કરીને મધ્યસ્થી પણ કરી હતી. આ મધ્યસ્થી પછી મંદિરની કેટલીક જેટલી મૂર્તિઓ પરત કરવામાં આવી હતી અને અન્ય મૂર્તિઓ પરત કરવા માટે સમય પણ આભરણબાવાને આપવામાં આવ્યો હતો.

પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, આભરણબાવા સહિતના પાંચ જેટલા લોકોએ સાથે મળીને હવેલીમાંથી 26 મૂર્તિઓની ચોરી કરી હતી. આ બાબતે પોલીસની મધ્યસ્થી પછી આભરણબાવાએ ચોરી કરેલી 26 મૂર્તિઓમાંથી 13 મૂર્તિઓ હવેલીમાં પરત કરી હતી અને અન્ય મૂર્તિઓ તેમની પાસે રાખી હતી. આ સમગ્ર મામલે પોલીસમાં જાણવાજોગ નોંધાયા પછી મંદિરના ગાદીપતિના મોટા પુત્ર દ્વારા નાના ભાઈ આભરણબાવા સહિતના પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પાચં લોકોમાં આભરણબાવા, હર્ષદ પાટોડિયા, નિધિ કંસારા, દિલીપ કંસારા અને ગુંજન કંસારાનો સમાવેશ થાય છે. હવે આગમી દિવસોમાં જાણવા મળશે કે, આભરણબાવા પાસેથી ચોરી કરાયેલી મૂર્તિ કબજે કરવા માટે પોલીસ ક્યા પ્રકારના પગલાં ભરે છે. 

આ મૂર્તિ ચોરી મામલે એવી પણ માહિતી મળી રહી છે કે, પરિવારના ઝઘડાના કારણે સમાધાન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ગાદીપતિ દ્વારા સમાધાન ન કરવામાં આવતા ગાદીપતિના પુત્ર આભરણબાવા દ્વારા જ હવેલીમાંથી ઠાકોરજીની મૂર્તિઓ ચોરવામાં આવી હતી અને હજુ પણ 13 મૂર્તિઓ પરત ન કરવામાં આવતા વૈષ્ણવોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp