તહેવારની રજામાં ગુનાખોરી પર લગામ કસવા વડોદરા પોલીસે બનાવ્યો માસ્ટર પ્લાન

PC: toiimg.com

મોટા ભાગે દિવાળીના તહેવારોમાં ચોર તસ્કરો બંધ ઘરને નિશાન બનાવતા હોય છે કારણે કે, લોકો દિવાળીની રજાઓમાં પોતાના પરિવાર સાથે વતનમાં જતા હોય છે, ત્યારે રજાના દિવસોમાં ગુના ખોરી અટકાવવા માટે વડોદરા પોલીસ દ્વારા એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. પોલીસના માસ્ટર પ્લાન અનુસાર 100 બાઈક અને 100 PCR વાન દ્વારા શહેરના નક્કી કરવામાં આવેલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 58 પોઈન્ટ પોલીસ દ્વારા એવા નક્કી કરવામાં આવ્યા છે કે, જેમાં પોલીસ દ્વારા રાત્રીના 12 વાગ્યા પછી વાહનોનું ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત તહેવારની સીઝનને લઇને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દુકાનોમાં CCTV કેમેરા શરૂ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.

અવાર-નવાર આંગણિયા પેઢીના કર્મચારી અને સોનીઓ સાથે તહેવારની સીઝનમાં લૂંટની ઘટનાઓ બનવા પામતી હોય છે, ત્યારે પોલીસ દ્વારા જવેલર્સ અને આંગણિયા પેઢીના સંચાલકો સાથે પણ બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, જો કોઈ સોની સોનાની હેરફેર કરવા માટે પોલીસની મદદ માંગશે તો તેને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર બંદોબસ્ત આપવામાં આવશે. પોલીસના આ નિર્ણયને જવેલર્સ એસોસિયેશન દ્વારા પણ આવકારવામાં આવ્યો છે.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આંગણીયા પેઢી અને સોનીઓ માટે પણ અમે એક્શન પ્લાનમાં બનાવ્યો છે. આ ઉપરાંત અધિકારીઓની એક મીટીંગ બોલાવવામાં આવી છે અને તમામને સૂચના આપવામાં આવી કે, તમામ ભીડભાડવાળી જગ્યાઓ પર એક સેટિંગ પોઈન્ટ મૂકવામાં આવશે. આ પ્રકારની જગ્યાઓ પર બાઈક દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp