અમદાવાદ પોલીસે ત્રણ બોગસ કોલ સેન્ટર પર દરોડા પાડી 49 આરોપીની ધરપકડ કરી

PC: youtube.com

ઓછી મહેનતે વધારે કમાણી કરવાનું અમદાવાદના ત્રણ કોલ સેન્ટરોના સંચાલકોના ભારે પડી ગયું છે. અમદાવાદ સાયબર ક્રાઈમે અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા ત્રણ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમે અમેરીકન તપાસ એજન્સીની મદદથી ત્રણ કોલ સેન્ટર પર દરોડા પાડીને 49 આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણેય કોલ સેન્ટરમાં સોશિયલ સિક્યોરિટી એડ્મિનિસ્ટ્રેશન અધિકારીના નામે અમેરિકાના નાગરિકોને છેતરવામાં આવતા હતા.

કોલ સેન્ટરના લોકો અલગ અલગ લોકોને ફોન કરીને તેમનો સોશિયલ સિક્યોરિટી નંબર ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયો હોવાનું કહીને 500થી લઈને 80,000 ડોલર પડાવી લેતા હતા. કોલ સેન્ટરના સંચાલકો આ નાણા મેળવીને તેને બીટકોઈનમાં કન્વર્ટ કરી લેતા હતા. કોલ સેન્ટરની મદદથી ગઠીયાઓએ લોકોને છેતરીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને આ સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો. કોલ સેન્ટરમાં કામ કરતા લોકો પોલીસના હાથે ઝડપાયા છે પણ આ સમગ્ર ઘટનાના મુખ્ય સુત્રધાર ત્રણ આરોપીઓ પોલીસ પકડથી બહાર છે.

પોલીસે આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે USની એજન્સીની મદદ એટલા માટે લેવામાં આવી રહી છે કે, ભોગ બનનારા લોકો USના સિટીઝન છે. જેથી ભોગ બનનારને આઈડેન્ટીફાઈ કરવા અને ભોગ બનનારની તપાસના કામે કેવી રીતે મદદ મેળવવી તે માટે અલગ અલગ એજન્સીની મદદ લેવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp