વિદ્યાર્થિનીએ પોતાનું જ અપહરણ કરાવ્યું, કારણ છે ચોંકાવનારું

PC: youtube.com

વડોદરામાં એક શિક્ષક દંપતી દ્વારા તેમને ત્યાં ટ્યુશનમાં આવતી ધોરણ 12ની વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાબતે વિદ્યાર્થીનીના પિતા દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા 140 દિવસ તપાસ કરીને શિક્ષક દંપતીને શિરડીથી ઝડપી લેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીનીને પોતાના પરિવારને સોંપવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર વડોદરા નજીક આવેલા બીલ ગામમાં કવિતા પટેલ અને કશ્યપ પટેલ ટ્યુશન કલાસિસ ચલાવતા હતા. કવિતા અને કશ્યપને ત્યાં આવતી એક ધોરણ 12ની વિદ્યાર્થીનીનું પરિણામ સારું આવતા શિક્ષક પતિ-પત્ની તેને બધા પૂરી કરવાનું કહીને અંબાજી લઇ ગયા હતા અને અંબાજી ગયા પછી પણ ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીની પોતાના ઘરે ન આવતા વિદ્યાર્થીનીના પિતા દ્વારા વડોદરામાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી હતી. વિદ્યાર્થીનીના અપહરણના 140 દિવસ પછી પોલીસને જાણકારી મળી હતી કે, વિદ્યાર્થીનું અપહરણ કરનારા શિક્ષક પતિ-પત્ની શિરડીમાં છે.

પોલીસને આ જાણકારી મળતા વડોદરા પોલીસની એક ટીમ શિરડી રવાના થઇ હતી અને વિદ્યાર્થીની સહિત અપહરણ કરનાર શિક્ષક પતિ-પત્નીને પકડીને વડોદરા લઇ આવી હતી. પોલીસે શિક્ષક પતિ-પત્નીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, વિદ્યાર્થીનીને તેના પરિવારજનો માર મારતા હોવાના કારણે વિદ્યાર્થીનીએ જ શિક્ષક દંપતીને પોતાનું અપહરણ કરવાનું કહ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીની પોતાની ઈચ્છાથી શિક્ષક દંપતીની સાથે રહેતી હતી.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ લોકો પહેલા અંબાજી ગયા હતા, અંબાજીથી પછી તેઓ અમદાવાદ ગયા હતા. અમદાવાદથી એક બસ દ્વારા તેઓ પૂણેમાં ગયા અને ત્યારથી શિરડીમાં જઈને સ્થાઈ થયા હતા અને છેલ્લા અઢીથી ત્રણ મહિનાથી તેઓ શિરડીમાં જ રહેતા હતા. શિરડીમાં રહેવા માટે તેઓએ બે જગ્યાઓ ફેરવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp