નવજાત બાળકી માટે સ્તનપાન દુર્લભ, કોરોના સંક્રમિત બાળકી પર થઈ આવી જોખમી સર્જરી

PC: sandesh.com

દરેક માતા માટે એ ભાગ્યશાળી ક્ષણ હોય છે જ્યારે તે પોતાના શિશુને સ્તનપાન કરાવે છે. પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અસાધારણ કહી શકાય એવી ઘટના બની છે. કોરોનાગ્રસ્ત નવજાત બાળકી પર અતિ જટિલ માનવામાં આવતી ટ્રેકો એસોફેજલ ફિસ્ટયુલા સર્જરી કરવામાં આવી હતી. બાળકીના ગળાથી પેટ તરફ દોરી જતી નળી અને ગળાથી શ્વાસનળી તથા ફેફસાં તરફ દોરી જતી નળી વચ્ચે અથવા એકથી વધારે જગ્યાએ એક અસામાન્ય જોડાણ હતું.જે અવરોધ ઊભો કરતું જેને ટ્રેકો એસોફેજલ ફિસ્ટયુલા કહે છે.

શ્વાસ માટે અને અન્ન માટે બે અલગ અલગ નળી હોય છે. જે જોડાયેલી હોતી નથી. આ કારણે બાળકી માટે સ્તનપાન દુર્લભ હતું. સર્જરી બાદ 11માં દિવસે બાળકી સ્તનપાન કરી શકી હતી. સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં હીરા ઉદ્યોગમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા દંપતિ પિન્ટુભાઈ અને પત્ની નયનાબેનને ત્યાં તા. 27 ઓગસ્ટના રોજ એક બાળકીનો જન્મ થયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એની સારવાર કરવામાં આવી હતી. પણ નવજાત શિશુને સ્તનપાનમાં મુશ્કેલી પડી રહી હતી. પહેલા બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં એમનો એક્સ-રે રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાંથી ખ્યાલ આવ્યો કે, ટ્રેકો એસોફેજલ ફિસ્ટુલા છે. આ પછી દંપતિ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યું હતું. જ્યાં બાળકીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

બાળકી બાળરોગ અને એનેસ્થેસિયા વિભાગની ટ્રિટમેન્ટ હેઠળ હતી. એક આખો દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. બાળકી કોરોના સંક્રમિત હોવાથી જોખમ થોડું વધારે હતું. આ માટે જ આ સર્જરી રેર બની રહી હતી. સર્જરીમાં એક ડાઈનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે સામાન્ય થયા બાદ સ્તનપાન થયું. તબીબોએ જણાવ્યું હતું કે, જ્યારે બાળકીનો જન્મ થયો ત્યારે જ એવું લાગતું કે ગળામાં કોઈ મુશ્કેલી છે. હાલમાં બાળકીની સ્થિતિ સારી છે. તા.30 ઓગસ્ટના રોજ દંપતિ સિવિલમાં ચેકઅપ માટે આવ્યું હતું. ડૉ. રાકેશ જોશીએ કહ્યું કે, બાળકીને જીવીત રાખવા માટે સ્તનપાન જરૂરી હતું. સ્તનપાન કરે એ માટે સર્જરી જરૂરી હતી.

જ્યારે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો ત્યારે તે પોઝિટિવ આવ્યો હતો. ધીમે ધીમે એનું આરોગ્ય ખરાબ થતા પહેલા કોરોનાની ટ્રિટમેન્ટ શરૂ કરી દેવામાં આવી. એક દિવસ વેન્ટિલેટર અને ઓક્સિજન પર રાખવામાં આવી હતી. બીજી વખત એનો રિપોર્ટ કરાયો ત્યારે નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. સર્જરી કરનાર ડૉ. જયશ્રી રામજીએ કહ્યું કે, કોરોનાથી સંક્રમિત થતા કેસની ગંભીરતા એકાએક વધી ગઈ હતી. પણ સર્જરી સફળ રહી. થોડા દિવસમાં માતા અને બાળકીને અહીંથી રજા પણ આપી દેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp