અમદાવાદીઓ હવે રાત્રે 12 વાગ્યા પછી પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરજો નહિતર...

PC: etimg.com

અમદાવાદના વાહન ચાલકોને રાત્રીના 12 વાગ્યા સુધી ટ્રાફિક નિયમ ભંગ બદલ મેમો મળતા હતા પરંતુ હવે રાત્રીના 12 વાગ્યા પછી ટ્રાફિક નિયમ ભંગ બદલ મેમો મળશે. ટ્રાફિક પોલીસે કરેલા નિર્ણય અનુસાર અમદાવાદના 21 જંકશન પર 24 કલાક સિગ્નલ શરૂ રહેશે અને આ 21 સિગ્નલો પર લગાવવામાં આવેલા CCTV કેમેરાનું 24 કલાક નિરીક્ષણ કરવામાં આવશે. જો કોઈ પણ વ્યક્તિ રાત્રીના 12 વાગ્યા પછી ટ્રાફિકની નિયમનું ભંગ કરશે, તો તેના ઘરે મેમો આવશે. અત્યાર સુધી અમદાવાદમાં રાત્રીના 12 વાગ્યા સુધી જ ટ્રાફિકના સિગ્નલ શરૂ રહેતા હતા.

24 કલાક સુધી સિગ્નલ ચાલુ રહેનારા 21 જંકશનમાં ઉસ્માનપુરા, ઇન્કમટેક્ષ, માઉન્ટ કાર્મેલ, ડીલાઇટ વલ્લભ સદન, નહેરુબ્રીજ, ટાઉન હોલ, પાલડી, મહાલક્ષ્મી, પરિમલ ગાર્ડન, પંચવટી, બોડી લાઈન, ગીરીશ કોલ્ડ્રીંક્સ, સ્વસ્તિક ચાર રસ્તા, સ્ટેડીયમ, YMCA ક્લબ, કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, હેબતપુર, કારગીલ ચોક ટ્રાફિક સિગ્નલનો સમાવેશ થાય છે.

આ 21 સિગ્નલોને પ્રાયોગિક ધોરણે ચાલુ 24 કલાક શરૂ કર્યા પછી તેનો અભ્યાસ કરવામાં આવશે અને આ પ્રયોગ સફળ રહેશે, તો શહેરના તમામ ટ્રાફિક સિગ્નલને 24 કલાક શરૂ રાખવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનના આદેશથી ટ્રાફિક પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમ અમલી થયા પછી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવે છે અને વાહન ચાલકો પાસેથી નિયમ ભંગ કરવા બદલ દંડની વસુલાત કરવામાં આવે છે, ત્યારે હવે આ એક સિગ્નલનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp