કમલમ ખાતે પ્રશિક્ષણ વર્ગના મંડલસ: આયોજન અંગેની બેઠક યોજાઇ

PC: khabarchhe.com

ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ કાર્યાલય ' કમલમ', ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગના મંડલસ: આયોજન અંગે ભાજપાના જીલ્લા/મહાનગરના પ્રમુખો તેમજ પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જોની બેઠક યોજાઇ હતી. આ બેઠકના પૂર્વે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટની ઉપસ્થિતિમાં અભ્યાસવર્ગના વિષય પ્રમુખોની બેઠક યોજાઇ હતી.

ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી ટર્મ માટે ભાજપા જિલ્લા પ્રમુખની જવાબદારી માટે નિયુક્ત થયેલ સૌ આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આજની આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર પ્રશિક્ષણ વર્ગ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બેઠકમાં ઉપસ્થિત સૌ આગેવાનોને પ્રશિક્ષણ વર્ગના સુચારુ આયોજન અંગે વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી. આ ઉપરાંત સી.આર.પાટીલે ભાજપાની વિશિષ્ટ કાર્યપદ્ધતિ, સરકારની સેવાકીય યોજનાઓ જનતા સુધી વધુને વધુ પહોંચે તે માટે ભાજપાના કાર્યકર્તાની કડીરૂપ ભૂમિકા, જિલ્લા સંગઠનની સંરચના, દરેક જિલ્લા/મહાનગરમાં પેજકમિટીની રચના અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે,પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે આજરોજ સવારે યોજાયેલી બેઠકોમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટે આગામી સમયમાં યોજાનાર ભાજપાના અભ્યાસવર્ગો અંગે આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણ ભ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષઓ આઇ.કે.જાડેજા અને ગોરધન ઝડફિયા, ભાજપાના જીલ્લા/મહાનગરના પ્રમુખો તેમજ પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp