ગુજરાતમાં ચોમાસાનું આગમન, ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક દીવાલ અને વૃક્ષ ધરાશાયી

PC: Youtube.com

ગુજરાતમાં લોકો જે ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે. મોડી રાતથી કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. તો કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ વરસાદના કારણે વૃક્ષો અને દીવાલો ધરાશાયી થવાની ઘટના સામે હતી કે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

એક રીપોર્ટ અનુસાર, મોડાસામાં ભારે વરસાદના કારણે વિશ્રામ ગૃહની દીવાલ ધરાશાયી થઇ હતી. આ દીવાલની બાજુમાં આવેલી બાલાજી રેસીડેન્સી તરફ ધરાશાયી થવાના કારણે સ્થાનિક લોકોએ દીવાલ પાસે પાર્ક કરેલી કાર કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. દીવાલનો કાટમાળ સીધો કાર પર પડતા બે કારને નુકસાન થયું હતું.

તો બીજી તરફ અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 2 ઇંચ તો મણીનગરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ઇસનપુર અને નારોલ હાઈ-વે પર 15 કરતા વધારે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદમાં સરેસાર એક ઇંચ વરસાદ પડ્યો હતો. પાણી ભરવાના કારણે અમદવાદ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ પણ વરસાદે ખોલી નાંખી હતી. અમદવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભાવી એપાર્ટમેન્ટની બાજુમાં આવલા ગાર્ડનમાંથી ચાર માળ જેટલી ઊંચાઈ ધરાવતુ વૃક્ષ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પડતા કેટલીક ગાડીઓ આ વૃક્ષ નીચે દબાઈ હતી. આ ઘટનાના કારણે એક કાર વૃક્ષની નીચે દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થવાના કારણે ફાયરના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ધરાશાયી થયેલા વૃક્ષને દૂર કરવાની કામગીરો શરૂ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp