કરંટ લાગતા યુવતીએ ગુમાવ્યા બંને પગ અને એક હાથ છતા મંગેતરે લગ્ન કરવાની હા પાડી

PC: youtube.com

તમે ફિલ્મોમાં અલગ અલગ પ્રેમ કહાનીઓ જોતા હશો. જેમ કે ફિલ્મ 'વિવાહ'માં લગ્ન સમયે દુલ્હન આગની ઘટનામાં દાઝી જાય છે. છતાં પણ હીરો હિરોઈન સાથે હોસ્પિટલમાં વિવાહ કરે છે. આ તો થઈ ફિલ્મની કહાની પણ રીયલ લાઈફમાં તમે આ પ્રકારનો કિસ્સો જોયો છે ખરો? 'વિવાહ' ફિલ્મની કહાની જેવો જ એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. યુવતીની સગાઇને બે મહિના જેટલો સમય થયા પછી યુવતીને કરંટ લાગતા તેના બંને પગ અને એક હાથ કાપવા પડ્યા હતા. જોકે, યુવતીની આવી હાલત હોવા છતાં પણ તેના મંગેતરે તે યુવતીની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

એક રીપોર્ટ અનુસાર, અમદાવદમાં રહેતી 18 વર્ષની હિરલ વડગામાની સગાઈ 28 માર્ચના રોજ ચિરાગ ગજ્જર નામના યુવક સાથે થઇ હતી. સગાઇના બે મહિના થયા પછી હિરલ જ્યારે ઘરનું કામ કરી રહી હતી, ત્યારે વીજળીનો તાર તૂટીને હિરલના ઘર પર પડ્યો હતો. જેના કારણે હિરલને કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાને પગલે હિરલના પરિવારજનો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘટનામાં હિરલ બંને પગે અને જમણા હાથે ગંભીર રીતે દાઝી જવાના કારણે ડૉક્ટર દ્વારા તેનો જમણો હાથ અને બંને પગ ઢીંચણથી નીચેથી કાપવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતા તેનો મંગેતર ચિરાગ અને તેના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચ્યા હતા. ત્યારે હિરલને એમ હતું કે, ચિરાગ તેની આ હાલત જોઈને સંબંધ તોડી નાંખશે. પરંતુ આવું કંઈ થયું નહીં. હિરલના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના વાયદાઓ આપતા ચિરાગે જીવનભર હિરલનો સ્વીકાર કરવાનો નિર્ણય કરીને તેની સાથે આ હાલતમાં પણ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ચિરાગના પરિવારજનોએ પણ હિરલનો સ્વીકાર કર્યો હતો. આ ઘટના સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp