અમદાવાદના ગરબામા મુસ્લિમ યુવકોને મરાયો માર, વિહિપ-બજરંગ દળના કાર્યકર્તાઓએ પકડ્યો

PC: zeenews.india.com

અમદાવાદના એક ગરબા મેદાનમાં મંગળવારની રાત્રે એ સમયે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, જ્યારે હિન્દુ સંગઠનોએ બે મુસ્લિમ યુવકોને પકડી લીધા. આ દરમિયાન પૂછપરછ દરમિયાન કેટલાક યુવકોએ તેમને ઢોર માર માર્યો અને મેદાનમાંથી બહાર કરી દીધા. ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. જોકે આ બાબતને લઈને પોલીસમાં અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રવક્તા હિતેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ, તેમને અમદાવાદના SP સિંહ રોડ પાસે થઈ રહેલા ગરબામાં બે મુસ્લિમ યુવકોની એન્ટ્રીની જાણકારી મળી હતી.

ત્યારબાદ તેમની સાથે બજરંગ દળના પણ ઘણા કાર્યકર્તા ગરબા મેદાનમાં પહોંચ્યા અને બંનેને પકડી લીધા. ત્યારબાદ સમજાવીને મેદાનમાંથી બહાર કરી દીધા. હિતેન્દ્ર સિંહે આગળ કહ્યું કે, આગામી દિવસોમાં પણ અમારી અચૂક તપાસ ચાલુ રહેશે કેમ કે કેટલાક વિધર્મી લોકો હિન્દુ છોકરીઓ સાથે છેડછાડ અને ચોરી કરવા માટે પ્રવેશ મેળવે છે. ગરબા સ્થળ તેમના માટે લવ-જિહાદનો પણ અડ્ડા બનતા જઇ રહ્યા છે. તેને રોકવા આપણી જવાબદારી છે અને તેના કારણે વિધર્મીઓ વિરુદ્ધ અમારી તપાસ ચાલુ રહેશે.

કોરોનાના કારણે બે વર્ષ બાદ આખા ગુજરાતમાં નવરાત્રિ સાથે ગરબાનું આયોજન થઈ રહ્યું છે. ગરબાના આયોજનથી જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ધાર્મિક સ્થળમાં બીજા ધર્મના લોકોની એન્ટ્રી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. એ હેઠળ હિન્દુ સંગઠનોના કાર્યકર્તા ઘણા ગરબા મેદાનમાં અચાનક એન્ટ્રી કરતા ચેકિંગ અભિયાન ચલાવી રહ્યા છે. આ વર્ષે બજરંગ દળે ચેતવણી આપી છે કે, વિધર્મીઓ ગરબામાં ઘૂસવા ન જોઈએ. ત્યારે નવરાત્રિમાં વિધર્મીઓની હાજરીને લઈ VHP અને બજરંગ દળે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. બજરંગ દળને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ગેરકાયદે રીતે ગરબામાં ઘૂસી રહ્યા છે. જેથી બજરંગ દળના સરપ્રાઈઝ ચેકિંગમાં બે મુસ્લિમ યુવકો પકડાયા હતા.

આ ગરબાના સ્થળ પર કેટલાક વિદ્યર્મી લોકોએ પ્રવેશ કર્યો હોવાની જાણ થતા તપાસ કરતા બે વિઘર્મી યુવક મળ્યા હતા, જેમની સાથે બોલાચાલી થઈ હતી, ત્યારે તેમાંથી એક યુવક ભાગવા જતાં બજરંગ દળના કાર્યકરો તેની પાછળ દોડ્યા હતા અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમજ કાર્યકર્તાઓએ વિધર્મી યુવકના કપડાં ઉતારાવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp