રાજીનામું આપી દીધું હોવા છતા ભાજપે બળવાખોર નેતાને સસ્પેન્ડ કેમ કર્યા

PC: twitter.com

ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે ભાજપમાં આ વખતે 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. જો કે ટિકિટ વાચ્છુકોમાં આ નારાજગી નામો કપાતા જોવા મળી હતી. જેમાંથી કેટલાકે પહેલાથી જ અપક્ષમાં દાવેદારી નોંધાવી રાજીનામું આપી દીધું છે ત્યારે અગાઉ ભાજપે જેમને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે તેમને ફોર્મ પરત લેવા માટે કહ્યું હતું. જો કે, કેટલાક નેતાઓએ ફોર્મ પરત ખેંચ્યું નહોતું જેથી ભાજપે આવા બળવાખોર નેતાઓનું લિસ્ટ બનાવ્યું અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે આમાંથી કેટલાક નેતાઓએ તો ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તો ભાજપ પહેલેથી રાજીનામું આપી દેનારા નેતાને સસ્પેન્ડ કંઈ રીતે કરી શકે.

ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ઘણા નેતાઓ વર્ષોથી ભાજપના મેન્ડેટ પર ટિકિટ લડતા અને જીતતા આવ્યા હતા ત્યારે ભાજપે આ વખતે ટિકિટ ના આપતા સમર્થકોનો સાથે મેળવી અપક્ષમાંથી કેટલાકે દાવેદારી નોંધાવી છે અને મધુ શ્રીવાસ્તવ સહીતનાએ ભાજપમાંથી રાજીનામાં પણ આપ્યા છે. જો કે, કેટલાકે રાજીનામાં નહોતા આપ્યા ત્યારે ભાજપે તેમને પાર્ટીથી સસ્પેન્ડ કર્યા છે. અગાઉ સીઆર પાટીલ પાર્ટ પ્રદેશ અધ્યક્ષે આ ચીમકી પણ ઉચ્ચારી હતી જેનો અમલ પણ કરાયો છે.

 ગુજરાતની ચૂંટણીમાં મતદારોને રીઝવવા ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના સ્ટાર પ્રચારકો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ જોવા ચરમસીમાએ પહોંચતા તેમને ભાજપમાં સામે બળવો કર્યો છે જેમાં આ 12 અપક્ષ ઉમેદવારોને ટિકિટ ન મળતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ભાજપે દિનુ મામા પટેલ, મધુ શ્રીવાસ્તવ અને કુલદીપ સિંહ રાઉલ, રામસિંહ શંકર, ધવલસિંહ ઝાલા, અમરીશ ઝાલા સહીતા નેતાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp