અમદાવાદમાં ત્રણ સંતાનોનો પિતા પ્રેમિકા સાથે રહેવા ચાલ્યો ગયો તો પત્નીએ...

PC: amarujala.com

પતિ-પત્ની અને વોના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં પતિ તેની પત્ની અને ત્રણ સંતાનોને છોડીને અન્ય સ્ત્રી સાથે રહેવા જતો રહ્યો હોવા બાબતની ફરિયાદ પરિણીતાએ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં રહેતી મનીષાના(નામ બદલ્યું છે) લગ્ન મનોજ(નામ બદલ્યું છે) નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ થોડા સમય મનીષા અને મનોજ રાજી ખુશીથી રહેતા હતા. લગ્નબાદ મનીષાએ દીકરીને જન્મ આપ્યો હતો જેના કારણે સાસરિયાઓ મનીષાથી નારાજ થઈ ગયા હતા. કારણ કે, સાસરિયાઓને દીકરો જોઈતો હતો. દીકરીના જન્મ બાદ સાસરિયાઓ સતત હેરાન પરેશાન કરતા હોવાના કારણે મનીષા અને મનોજ પરિવારના સભ્યોથી અલગ જગ્યા પર રહેવા ચાલ્યા ગયા હતા. જુદા થયા પછી મનીષાએ અન્ય બે બાળકોને જન્મ આપ્યો હતો.

પરિવારના સભ્યોથી અલગ રહેવા ગયા બાદ મનોજના વર્તનમાં ખૂબ જ બદલાવ આવી રહ્યો હતો. મનોજ અવાર નવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. આ ઉપરાંત પત્ની મનોજને કોઈ પણ સવાલ પૂછે તો તે તેને માર મારતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ કે, મનોજ ઘરે પણ આવતો ન હતો અને ઘરે ન આવવાનું કારણ મનીષા મનોજને પૂછતી હતી ત્યારે તે ગુસ્સે થઇને પત્નીને માર મારતો હતો. એક દિવસ મનીષાને જાણવા મળ્યું હતું કે, પતિ મનોજને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે અને તે તેની સાથે રહે છે.

પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની માહિતી મળતાની સાથે જ મનીષાએ તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ વાડજ પોલીસ સ્ટેશનમાં કરી હતી અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મનીષાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અવાર નવાર પતિ-પત્નીના ઝઘડાના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર તો નાની-નાની બાબતોમાં પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા અમદાવાદમાં એક પત્નીએ પતિને પ્રેમિકા પાસેથી પૈસા લઈને વેંચ્યો હોવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. તો કોરોનાની મહામારી વચ્ચે આપવામાં આવેલા લોકડાઉનના સમયમાં ઘરકામને લઈને પતિ પત્નીના ઝગડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.(નોંધ:- પાત્રોના નામ બદલ્યા છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp