700 કરોડમાં ગુજરાતમાં બનેલા દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં આ મેચ પહેલી રમાઇ શકે

PC: Gujarat Cricket Association

ગુજરાતના અમદાવાદમાં દુનિયાનું સૌથી વિશાળ સ્ટેડિયમ લગભગ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્ટેડિયમ 63 એકરની જમીનમાં બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે. જેમાં 1 લાખ 10 હજાર લોકોના બેસવાની ક્ષમતા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, જો બધું ઠરીઠામ રહ્યું તો, આવતા વર્ષે માર્ચમાં ત્યાં એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવનની વચ્ચે મેચ રમાઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દીકરા અને વર્તમાન BCCI સચિવ જય શાહે જણાવ્યું કે, આ સ્ટેડિયમ પ્રધાનમંત્રી મોદીનું વિઝન છે. દુનિયાના આ સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી મોદી કરે તેની ધારણા છે.

શાહને ગુજરાત એસોસિએશને જણાવ્યું છે કે, સ્ટેડિયમનું કામ પૂરુ થઈ ગયું છે. માટે BCCI અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું કે તેઓ માર્ચમાં ઓપનિંગ મેચ માટે ICC તરફથી મંજૂરી લેશે. તેમની તરફથી મંજૂરી મળી ગયા પછી આ સ્ટેડિયમમાં એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવનની વચ્ચેની મેચનું આયોજન થશે.

ગુજરાત ક્રિક્રેટ એસોસિએશન આ સ્ટેડિયમની ઓપનિંગ મેચને યાદગાર બનાવવા માગે છે. માટે તેઓ ઈચ્છે છે કે દુનિયાના સ્ટાર ક્રિક્રેટરો એકસાથે આ મેચ રમે.

તમને જણાવી દઈએ કે આ સ્ટેડિયમને જૂના મોટેરા સ્ટેડિયમના સ્થાને બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની પરિકલ્પના ગુજરાત ક્રિક્રેટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અને ત્યારના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી.

આ સ્ટેડિયમમાં પહેલા 54000 દર્શકોના બેસવાની વ્યવસ્થા હતી. પણ હવે નવા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકો મેચની મજા માણી શકશે. સરદાર પટેલ ક્રિક્રેટ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિક્રેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું રહેશે.

સ્ટેડિયમની ખાસિયતઃ

  • આ સ્ટેડિમમાં 3 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ક્લબ હાઉસ, ઓલ્મ્પિક સાઈઝ સ્વીમિંગ પૂલ અને એક ઈનડોર ક્રિક્રેટ એકડમી પણ બનાવવામાં આવી છે.
  • સ્ટેડિયમનું સ્ટ્રક્ચર એ રીતે બનાવાયું છે કે જ્યારે પણ કોઈ ખેલાડી બાઉન્ડ્રી ફટકારશે તો દરેક દર્શકને તે જોવા મળશે.
  • કાર અને સ્કૂટર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 4 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલર પાર્ક કરી શકાશે.
  • પહેલીવાર કોઈ સ્ટેડિયમમાં LED લાઈટ લગાવવામાં આવી છે.
  • તેના સિવાય 75 કોર્પોરેટ બોક્સ બનાવાયા છે.
  • સ્ટેડિયમમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી છે.
  • સ્ટેડિયમની પાસે મેટ્રો લાઈન પણ લગાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp