પિતાનો અકસ્માત કરાવવાની ધમકી આપી યુવતી પર યુવકે બે વર્ષ સુધી દુષ્કર્મ કર્યું

PC: northeasttoday.in

સરકાર કહે છે કે, ગુજરાતમાં નારી સુરક્ષિત છે. પણ ગુજરાતમાં દિન પ્રતિદીન બળાત્કાર, છેડતી જેવી ઘટનાઓમાં વધારો થતો જાય છે. ત્યારે અમદાવાદમાં એક ઇસમે યુવતીના પિતાનું એક્સિડન્ટ કરાવી નાંખવાની ધમકી આપીને યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવતીની મિત્રએ જ બળાત્કારી યુવક સાથે સંબંધ નહીં રાખે તો એસીડ ફેંકવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીએ આ સમગ્ર મામેલ તેના પરીવારજનોને વાત કરતા સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતીના ઘરની બાજુ રહેતા પરીવાર ને ત્યા સાગર મકવાણા નામનો એક ઇસમ પૈસાની ઉઘરાણી કરવા માટે આવતો હતો. સાગર મકવાણાની નજર યુવતી પર ખરાબ થઇ હતી. તેને યુવતીને પોતાની સાથે રીક્ષામાં બેસવા માટે ધમકી આપી હતી કે, તું રીક્ષામાં નહીં બેસે તો તારા પિતાનું એક્સિડન્ટ કરાવી દેશે. સાગરની ધમકીથી ડરીને યુવતી રીક્ષામાં બેસી ગઈ.

ત્યારબાદ સાગર યુવતીને હોટેલમાં લઇ ગયો હતો અને હોટેલમાં યુવતી પર બળાત્કાર કરીને તેનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ સાગર વીડિયો વાયરલ કરાવી દેવાની ધમકી આપી બે વર્ષ સુધી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જયારે યુવતીએ સાગરની સાથે સંબંધ તોડવાની વાત કરતા યુવતીની મિત્ર ચેતના પિત્રોડાએ યુવતીને ધમકાવી હતી કે, તે સાગર સાથે સંબંધ નહીં રાખે તો તેના પર એસીડ ફેંકશે. વારંવાર મળતી આ ધમકીઓથી કંટાળીને યુવતીએ હિમત દાખવીને તેના પિતાને જાણ કરી હતી. જેના કારણે યુવતીના પિતાએ સમગ્ર મામલે સાગર અને ચેતના સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારની ફરિયાદ દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp