ગુજરાતના આ ગામમાં આઝાદી પછી એક પણ ગુનો નોંધાયો નથી

PC: Google.co.in

ગુજરાતમાં ક્રાઇમ સતત વધી રહ્યો છે અને ગુજરાત પોલીસ ક્રાઇમને ઘટાડવા માટે સતત કાર્યશીલ રહે છે. તમને જાણીને નવાઈ થશે કે ગુજરાતમાં એક એવું પણ ગામ છે કે જ્યાં આઝાદી પછી એક પણ ગુનો થયો જ નથી. ગુજરાતનું આ ગામ છે પંચમહાલના કાલોલમાં આવેલું શક્તિપુરા ગામ. ગામના લોકોના કહેવા અનુસાર આ ગામની ગણના પંચમહાલના સૌથી સ્વચ્છ ગામોમાં થાય છે.

શક્તિપુરા ગામની વાત કરવામાં આવે તો આ ગામમાં 250 જેટલા લોકોની વસ્તી છે અને દરેક લોકો હળીમળીને ભાઈચારાની ભાવના સાથે રહે છે. ગામનાં લોકોના કહેવા અનુસાર દરેક લોકો ગામને સ્વચ્છ રાખવા માટે પ્રયત્નો છે. મહિલાઓ દરરોજ પોતાના ઘરની બહારના વિસ્તારની સફાઈ કરે છે અને ગામને સ્વચ્છ રાખે છે. ગામના લોકોનુ આરોગ્ય સારું રહે અને પર્યાવરણ શુદ્ધ રહે તે માટે ગામમાં ઠેર ઠેર લીમડાના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે.

ગામની ચોખ્ખાઈ અને શાંતિ બાબતે ગામના ઉપસરપંચે જણાવ્યું કે અમારા શક્તિપુરા ગામમાં દરેક લોકો હળીમળીને રહે છે અને ગામમાં કોઈ પણ કામ કરવું હોય તો એકબીજાની સંમતિથી કરીએ છીએ. મહત્ત્વની વાત તો એ છે કે દેશને આઝાદી મળ્યા પછી આ ગામમાં કોઈ પણ ગુનાહિત ઘટના બની નથી. પોલીસના ચોપડે આ ગામના કોઈ વ્યક્તિની એક પણ ફરિયાદ નોંધાઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp