દેશમાં 403840 એક્ટિવ કેસ છે, જેમાંથી એકલા કેરળમાં જ આટલા કેસ તો છે

PC: PIB

કેરળમાં કોરોની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,509 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી એકલા કેરળમાં જ 22056 કેસ સામે આવ્યા છે. કેરળમાં હાલમાં 150040 એક્ટિવ કેસ છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. કેરળમાં અત્યારસુધીમાં 16457 લોકોના મોત થયા છે. કુલ કેસનો આંકડો કેરળમાં 3327301 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યારે 403840 એક્ટિવ કેસ છે, જેમાંથી દોઢ લાખથી વધુ કેસ તો એકલા કેરળથી છે.

ભારત સરકારે કહ્યું હતું કે, આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 54,11,501 સત્રોનું આયોજન કરીને વેક્સીનના 45,07,06,257 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વેક્સીનના 43,92,697 ડોઝ આપવામાં આવ્યા છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ થયેલા કેસમાંથી 3,07,01,612 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 38,465 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.38% થયો છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 43,509 નવા કેસ નોંધાયા છે. પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,03,840 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટિવ કેસના માત્ર 1.28% છે.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,28,795 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 46 કરોડથી વધારે (46,26,29,773) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટિવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 2.38% છે જ્યારે દૈનિક પોઝિટિવિટી દર આજે 2.52% નોંધાયો છે. દૈનિક પોઝિટિવિટી દર સળંગ 52 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp