કોરોનાના કેસ વધતા આ જગ્યા પર આજથી 8 દિવસ સુધી લોકડાઉન લાગુ કરાયું

PC: insidene.com

દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ભાષણમાં પણ લોકોને કહ્યું હતું કે, લોકડાઉન ગયું છે પરંતુ કોરોના ગયો નથી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા મિઝોરમની રાજધાની આઇઝોલ મહાનગરપાલિકાના વિસ્તારમાં તંત્ર દ્વારા તાત્કાલિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મિઝોરમની રાજધાની આઇઝોલ મહાનગરપાલિકા કોર્પોરેશન વિસ્તારમાં 27 ઓક્ટોબર સવારે 4:30 વાગ્યાથી લઈને 3 નવેમ્બર 4:30 વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઇઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને ગૃહ મંત્રી સાથે તાત્કાલિક બેઠક કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

લોકડાઉનના નિર્ણયને લઇને રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને ગૃહ મંત્રીની અઘ્યક્ષતામાં યોજાયેલી ઈમરજન્સી બેઠકમાં મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ આઇઝોલ મહાનગરપાલિકા વિસ્તારમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મંગળવારે સવારે 4:30 વાગ્યાથી લઈને નવેમ્બર 4:30 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.

મહત્ત્વની વાત કહી શકાય કે, અનલોક મિઝોરમમાં રાજ્ય સરકાર દ્વારા શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે ફરીથી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મહત્વની વાત એ પણ છે કે, મિઝોરમમાં 2,212 લોકો કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા છે અને 315 લોકો સારવાર હેઠળ છે પરંતુ હજુ સુધી મિઝોરમમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. ત્યારે ફરીથી કોરોના સંક્રમણને રોકવા માટે મિઝોરમની રાજધાની આઈઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં તંત્ર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 80 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,471 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને છેલ્લા 24 કલાકની અંદર દેશમાં 488 લોકોના કોરોનાના કારણે મોત થયા હતા. હાલ દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 79,46,429 પર પહોંચી છે અને કુલ 1,19,502 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp