અમેરિકાએ દૂર કર્યો કોરોના પરનો આ પ્રતિબંધ, પ્રવાસીઓને મળશે રાહત

PC: abcnews.com

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના સંબંધી એક મહત્ત્વપૂર્ણ નિયમમાં ફેરફાર કર્યો છે. આ નિયમ હેઠળ પ્રવાસ કરવાના એક દિવસ પહેલા કરાવવાના રહેતા કોરોના ટેસ્ટને રદ્દ કરી દીધો છે. એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે આ નિયમની અવધિ રવિવારે રાતે 12 વાગ્યે સમાપ્ત થઈ જશે. અધિકારીનું કહેવું છે કે, સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સને નક્કી કર્યું છે કે હવે અમેરિકામાં પ્રવેશ કરતા પ્રવાસીઓએ કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નથી. બાઈડન સરકારે કોરોના ટેસ્ટને ગયા વર્ષે ફરજિયાત બનાવ્યો હતો. ત્યારબાદ તેણે યુરોપ, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ઈરાન સહિત ઘણા દેશો પર લગાવેલા નિયંત્રણોને હટાવી લીધા હતા.

તેના બદલે નિયમ બનાવવામાં આવ્યો હતો કે, અન્ય દેશમાંથી અમેરિકાની યાત્રા કરી રહેલા દરેક લોકોએ કોરોના વેક્સીન લીધેલી હોવી જોઈએ. તેના પછી નિયમ લાવવામાં આવ્યો કે કોરોના વેક્સીન લીધેલ વ્યક્તિએ તેની યાત્રાના ત્રણ દિવસ પહેલા કોરોનાના નેગેટિવ ટેસ્ટનું પ્રૂફ આપવું પડશે. જ્યારે જે લોકોએ વેક્સીન લીધી ન હતી તેમણે યાત્રાના એક દિવસ પહેલાનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ એરપોર્ટ પર બતાવવો જરૂરી હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટનો જોખમ સૌથી વધી ગયું હતું, ત્યારે બાઈડન સરકારે બધા યાત્રીઓ માટેના નિયમો કડક કરી દીધા હતા. આ દરમિયાન વેક્સીન લીધેલા અને વેક્સીન ન લીધેલા બધા લોકો માટે નિયમો સમાન લાગૂ થતા હતા.

આ દરમિયાન એરલાઈન્સ અને ટુરિઝ્મ ગ્રુપ સરકાર પર આ પ્રતિબંધો દૂર કરવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે આ પ્રતિબંધોના લીધે લોકો અમેરિકાની યાત્રા કરવાથી દૂર રહે છે. જ્યારે અન્ય ઘણા દેશોએ સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ લોકો માટે કોરોનાની ટેસ્ટના નિયમને દૂર કરી દીધો હતો. હવે સમગ્ર દુનિયામાં જ્યારે કોરોનાનો ખતરો ઓછો થતો દેખાય છે ત્યારે અમેરિકાએ ત્યાં આવનારા પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટના નિયમને દૂર કરતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેમ લાગી રહ્યું છે.

આખી દુનિયામાં છેલ્લા 2 વર્ષ કરતા વધુના સમયથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો, પરંતુ હવે કોરોનાની વેક્સીન આવતા ધીમે ધીમે આખી દુનિયા ફરીથી નોર્મલ લાઈફમાં આવતી જોવા મળી રહી છે. ફરીથી લોકો કોઈ ડર વગર દુનિયામાં પ્રવાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp