હૉટલમાં કામ કરનારી છોકરીને 3 મહિલાઓએ મારી, વેક્સીનેશન પ્રૂફ માગવા પર ભડકી હતી

PC: twitter.com/ABC7NY

કોરોના બાદ જ્યારે દુનિયા ખૂલી તો ઘણા શહેરોમાં લોકો માટે વેક્સીન લેવી અનિવાર્ય કરી દેવામાં આવી છે એટલે કે જો તમે એ શહેરની કોઈ હૉટલ કે રેસ્ટોરાંમાં જાઓ છો તો તમારે પહેલા વેક્સીનેશન સર્ટિફિકેટ દેખાડવી પડશે પછી જ તમે અંદર જઈ શકો છો. અમેરિકાના મેનહેટનમાં એક હૉસ્ટ આ જ કામ કરી રહી હતી. આ તેનું કામ હતું પરંતુ આ દરમિયાન ત્રણ મહિલાઓ આવી. જ્યારે હૉસ્ટે તેમની પાસે પ્રૂફ માગ્યા તો મહિલાઓ ગુસ્સે ભરાઈ ગઈ, પછી આ મહિલાઓ હૉસ્ટને જ મારવા લાગી.

એક રેસ્ટોરાંમાં કામ કરનારી છોકરી સાથે ત્રણ મહિલાઓની બહેસ થઈ ગઈ. છોકરીએ રેસ્ટોરાંમાં એન્ટ્રી માટે તેમની પાસે કોરોના વેક્સીનની સર્ટિફિકેટ માગી હતી. આ વાત પર મહિલાઓ નારાજ થઈ ગઈ. ત્યારબાદ ત્રણેય મહિલાઓ રેસ્ટોરાંની મહિલા કર્મચારીને મારવા લાગી ગઈ. આ ઘટના અમેરિકાના મેનહેટનની છે. જ્યાં કોરોના વાયરસ સંકટના કારણે વેક્સીન લીધા બાદ જ હૉટલોમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. જેના કારણે રેસ્ટોરાંમાં કામ કરનારી કર્મચારી (ઉંમર 23 વર્ષ) ગેટ પર જ લોકોનું વેક્સીનેશન સર્ટિફિકેટ ચેક કરી રહી હતી.

તે રેસ્ટોરાંમાં તેમને જ જમવા જવા દઈ રહી હતી જેમની પાસે વેક્સીનેશન પ્રૂફ હતા. એક રિપોર્ટ મુજબ આ દરમિયાન Carmine રેસ્ટોરાંમાં ત્રણ મહિલાઓ આવી. જ્યારે મહિલા કર્મચારીએ તેમની પાસે વેક્સીનેશન પ્રૂફ માગ્યાં તો ત્રણેય મહિલાઓને ગુસ્સો આવી ગયો. તેમણે મહિલા કર્મચારીને મારવાની શરૂઆત કરી દીધી. એટલું જ નહીં આ મહિલાઓએ વધુ બે સ્ટાફ મેમ્બર્સ સાથે પણ મારામારી કરી. જોકે બાદમાં ત્રણેય મહિલાઓને પોલીસે પકડી લીધી. પીડિત મહિલા કર્મચારીને ઇજા થઈ છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં મહિલા કર્મચારીને માર મારવાની ઘટના કેદ થઈ ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણેય મહિલાઓ એક મહિલાને મારી રહી છે. આસપાસ ઊભા લોકો વચ્ચે બચાવ કરે છે. ઘટનાસ્થળ પર અફરતફરીનો માહોલ છે. હાલમાં પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ત્રણેય મહિલાઓને ખૂબ ખરી ખોટી સંભળાવી રહ્યા છે. શેફ Alejandro Delgadoએ જણાવ્યું કે એ છોકરીને ધમકાવવામાં આવી, એ રડી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp