સર્ટિફિકેટમાં ભાજપા નેતાને વેક્સીનના 5 ડોઝ લાગી ચૂક્યા છે, જાણો મામલો શું છે

PC: indiatoday.com

ઉત્તર પ્રદેશના મેરઠમાં ભાજપાના એક નેતાના વેક્સીન સર્ટિફિકેટને લઇ વિવાદ પેદા થયો છે. જેના અનુસાર ભાજપા નેતાને વેક્સીનનો 5મો ડોઝ લાગી ચૂક્યો છે. જ્યારે 6ઠ્ઠા ડોઝ માટે સ્લોટ બુક છે. અધિકારીઓનું કહેવું છે કે સર્ટિફિકેટ પર દેખાઇ રહેલી જાણકારી ખોટી છે અને આ કેસમાં કોઇ ટિખળવૃત્તિ જોવામાં આવી રહી છે.

મેરઠના ભાજપા અધ્યક્ષ રામ પાલ સિંહ હિંદુ યુવા વાહિનીના પણ નેતા છે. તેમણે પોતાનું વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું. જેમાં દેખાઇ રહ્યું છે કે કોરોના વેક્સીનનો 5મો ડોઝ લાગી ગયો છે. જ્યારે 6ઠ્ઠો ડોઝ શેડ્યુલ છે. તેમણે સ્વાસ્થ્ય વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને કેસ દાખલ કર્યો. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ભાજપા નેતાએ બે ડોઝ લીધા છે

રામ પાલ સિંહનું કહેવું છે કે તેમણે 16 માર્ચે પહેલો અને 8 મેના રોજ બીજો ડોઝ લીધો હતો. પણ જ્યારે તેમણે પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું તો તેમાં 5 ડોઝ દેખાઇ રહ્યા હતા. જ્યારે છઠ્ઠા ડોઝનું સ્લોટ બુકિંગ ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022 સુધીમાં દેખાઇ રહ્યું હતું.

પોર્ટલ હેક

સર્ટિફિકેટ અનુસાર રામપાલ સિંહને ત્રીજો અને ચોથો ડોઝ 15 મે, પાંચમો ડોઝ 15 સપ્ટેમ્બરે લાગ્યો છે. ચીફ મેડિકલ ઓફિસર અખિલેશ મોહનનું કહેવું છે કે આ પહેલો કેસ છે. જ્યાં કોઇને બેથી વધારે ડોઝ લાગતા જોવા મળ્યા છે. શરૂઆતમાં આ કેસ કોઇના ષડયંત્ર કે ટિખળવૃત્તિનો માલૂમ પડી રહ્યો છે. એવું લાગે છે કે અમુક લોકોએ પોર્ટલને હેક કરી આવું કર્યું છે. આ મામલામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

જણાવીએ કે હાલમાં જ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના અવસરે દેશમાં રેકોર્ડ અડી કરોડથી વધારે વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેને લઇ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઈવેન્ટ ખતમ થઇ ચૂક્યો છે. સાથે જ તેમણે પાછલા 10 દિવસો દરમિયાન કોરોના વેક્સીનની ઉપલબ્ધ સંખ્યાથી જોડાયેલ એક ગ્રાફ પણ ટ્વીટર પર શેર કર્યો હતો. જેમાં દર્શાવાયું હતું કે 17 સપ્ટેમ્બરે રેકોર્ડ સંખ્યામાં વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા, પણ બાકીના દિવસોમાં આ આંકડો ખૂબ જ ઓછો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp