કોરોના વાયરસને શસ્ત્ર બનાવવા પર ચીની વૈજ્ઞાનિકોએ 2015માં કરેલી ચર્ચાઃ રિપોર્ટ

PC: newsapi.com.au

ચીનની લેબમાં કોરોના વાયરસને વિકસિત કરવાના તમામ દાવાઓની વચ્ચે એક દસ્તાવેજે દુનિયામાં હલચલ પેદા કરી દીધી છે. કોરોના વાયરસ મહામારીએ દુનિયાને તબાહ કરવાના ઘણાં વર્ષ પહેલા 2015માં ચીની વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા લેખિત એક દસ્તાવેજ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચીની વૈજ્ઞાનિક 2015માં કોરોના વાયરસને શસ્ત્ર(બાયો વેપન)ની જેમ ઉપયોગ કરવા પર ચર્ચા કરી રહ્યા હતા. કોરોના વાયરસ માહામારી SARS-Co V-2 ડિસેમ્બર 2019માં પેદા થઇ હતી.

સાર્સ કોરોના વાયરસ નવા યુગનો જેનેટિક શસ્ત્ર બની શકે છે, જેને કૃત્રિમ રીતે નવું રૂપ આપીને મનુષ્યો માટે જીવલેણ વાયરસમાં ફેરવી દેવામાં આવ્યું હોઇ શકે છે. વીકેન્ડ ઓસ્ટ્રેલિયનની રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. અનનેચરલ ઓરિજન ઓફ સાર્સ એન્ડ ન્યૂ સ્પીસીસ ઓફ મેનમેડ વાયરસ નામની જેનેટિક બાયોવેપંસની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ જૈવિક હથિયારો દ્વારા લડવામાં આવશે. દસ્તાવેજમાં ખુલાસો કર્યો છે કે ચીની સેનાના વૈજ્ઞાનિક સાર્સ કોરોના વાયરસને શસ્ત્રની જેમ ઉપયોગ કરવા પર ચર્ચા કરી રહ્યા હતા.

આ રિપોર્ટ news.com.au પર પણ પ્રકાશિત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટજિક પોલિસી ઈન્સ્ટિટ્યૂટના કાર્યકારી મેનેજર પીટર જેનિંગ્સે મીડિયાને જણાવ્યું કે આ રિપોર્ટ એક મોટું સૂત્ર સાબિત થઇ શકે છે, જેને લઇ લાંબા સમયથી શંકા કરવામાં આવી રહી છે. જેનિંગ્સે કહ્યું કે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે ચીની વૈજ્ઞાનિક કોરોના વાયરસના વિભિન્ન સ્ટ્રેનને સૈન્ય હથિયારના રૂપમાં ફેરવીને અને તેની તૈનાતીને લઇ ચર્ચા કરી રહ્યા હતા.

બ્રિટનના ધ સન ન્યૂઝપેપરે ઓસ્ટ્રેલિયાના સમાચાર પત્ર ધ ઓસ્ટ્રેલિયનના હવાલાથી કહ્યું કે અમેરિકન વિદેશ વિભાગના હાથે લાગેલી આ વિસ્ફોટક જાણકારી અનુસાર ચીની સેના PLAના કમાન્ડર આ કુટિલ પૂર્વાનુમાન લગાવી રહ્યા હતા. આ દસ્તાવેજમાં ચીનના ટોપ સ્વાસ્થ્ય અધિકારીઓના લેખ છે.

આ ખુલાસા પછી ઓસ્ટ્રેલિયન નેતા જેમ્સ પેટરસને કહ્યું કે આ દસ્તાવેજોએ કોરોનાની ઉત્પત્તિ વિશે ચીનની પારદર્શિતાને લઇ શંકા અને ચિંતા પેદા કરી દીધી છે. જોકે, ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે આ લેખને પ્રકાશિત કરવાને લઇ ધ ઓસ્ટ્રેલિયનની ટીકા કરી છે અને તેને ચીનની છવિ ખરાબ કરવાની યોજના ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ પર ચીનના દાવાઓને કોઇ સ્વીકાર કરવા તૈયાર નથી. બધાને એક જ પ્રશ્ન છે કે જે ચીનમાં કોરોના વાયરસ પેદા થયો છે તે દેશ આ વાયરસની અસરથી આટલો સુરક્ષિત કઇ રીતે રહ્યો? કઇ રીતે ચીનમાં 6 થી 8 મહિનામાં જિંદગી ફરી પાટા પર આવી ગઇ જ્યારે ભારત સહિત દુનિયાના ઘણાં દેશો હજુ પણ આ જીવલેણ વાયરસ સામે પાછલા 2 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp