અમદાવાદમાં ચાની દુકાનો કેમ કોર્પોરેશન બંધ કરાવી રહી છે

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનલોકમાં લોકોને વધારે છૂટછાટ આપવામાં આવતા લોકો હવે કોરોના ડર વગર જ રસ્તા પર ફરી રહ્યા છે. લોકોની ભીડ રસ્તા પર વધારે થવાથી હોવાના કારણે અમદાવાદમાં પણ કોરોનાના કેસોની સંખ્યા પણ વધી રહી છે. ગત મહિનાની તુલનામાં આ મહિનામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત લોકો ચાની કીટલીઓ પર માસ્ક પહેર્યા વગર અને સામાજિક અંતરના નિયમનું પાલન કર્યા વગર ઉભેલા જોવા મળતા હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાની દુકાનો પર લાલ આંખ કરવામાં આવી હતી અને નિયમનો ભંગ કરનાર ચાની દુકાનો બંધ કરાવવામાં આવી હતી.

અમદાવાદ મહાનગરપાલિકાની સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા શહેરમાં ચાલતી ચાની દુકાનો પર તવાઈ બોલાવવામાં આવી હતી અને અમદાવાદના લાલ દરવાજા સ્થિત આવેલ લકી ટી-સ્ટોલ સહિતની મોટી તમામ ચાની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જો કે આ દુકાનો કેટલા દિવસ માટે બંધ રહેશે તે બાબતેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વહેલી સવારથી અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા શહેરમાં ચાની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદના તમામ ઝોન વિસ્તારમાં ચાની દુકાનો અમદાવાદ મહાનગરપાલિકાએ બંધ કરાવી છે અને સોલિડવેસ્ટ વિભાગની ટીમ દ્વારા 20 જેટલી ચાની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે.

ચાની દુકાન ધરાવતા વ્યક્તિએ જણાવ્યું હતું કે, 11 વાગ્યે કોર્પોરેશનના કર્મચારીઓએ આવ્યા હતા અને ચાની દુકાન બંધ કરાવી હતી. જેથી અમે દુકાન બંધ કરી દીધી હતી. કયા કારણોસર દુકાન બંધ કરાવો છો તેવુ પૂછ્યું પણ અમને કોઈ કારણ આપવામાં આવ્યુ નથી અને કેટલા દિવસે દુકાન બંધ રાખવાની છે તે અંગે પણ અમને કઇ કહેવામાં આવ્યી નથી. અમને માત્ર એવું કહ્યું હતું કે, દુકાનો બંધ કરો એટલા માટે અને દુકાનો બંધ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp